તાપીમાં ફોર વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : તા.01: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવ્યું છે. જે મુજબ ફોર વ્હીલર માટે નવી સિરિઝ GJ-26-AE (RE-AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે. આ સીરિઝના બધા નંબર 0001 થી 9999 ગોલ્ડન અને સિલ્વર તેમજ અન્ય નંબરની પસંદગીની નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે.
ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા. 08-10-2022 થી તા.12-10-2022 સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે. તા.12-10-2022 ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. તથા તા.14-10-2022 ના રોજ ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે.
અરજદારો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે તથા સમય મર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000