બુહારી ખાતે કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરી વિરોધ દર્શાવ્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ આદિવાસી એકતા સર્કલ બુહારી ખાતે કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો.
મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન હતુ, આદિવાસી દારૂડિયા છે. તેઓની દારૂ વગર સાંજ પડતી નથી, આદિવાસી સમાજે એટલું કેહવું છે, શું આદિવાસ સિવાય બીજા લોકો ગુજરાતમા દારૂ નથી પીતા. ભાજપના મંત્રી દ્વારા આ જાતિગત મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. માટે મંત્રી જાહેરમા આદિવાસી સમાજની માફી માગે.