નિઝરના હરડુલી ગામે સ્વચ્છતા રેલી, વૃક્ષારોપણ, રંગોળી, સ્વચ્છતા શપથ જેવા કાર્યક્રમ યોજાયા
(માહિતી બ્યુરો વ્યારા) તા.28: ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવતિઓ ગ્રામ્ય કક્ષાએ યોજી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમા તાપી જિલ્લાના છેવાડાના ગામો પણ બાકાત નથી. “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત નિઝર તાલુકાની વિવિધ શાળાઓમાં સ્વચ્છતા રેલી, વૃક્ષારોપણ, રંગોળી, સ્વચ્છતા શપથ જેવા કાર્યક્રનો થયા હતા. આ કાર્યક્રમોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિખવવામાં આવેલા પાઠને આત્મસાત કર્યો હતો.
0000000000000