સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મોંઘવણ ખાતે “સ્વછતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન પર નાટક સ્પર્ધા યોજાય
(માહિતી બ્યુરો વ્યારા) તા.28: સમગ્ર ગુજરાતમાં પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે તાપી જિલ્લાના ગામોમાં વિવિધ લાભાર્થીઓ નવનિર્મિત આવાસમા પ્રવેશ મેળવશે. આ કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લામાં ”સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સામુહિક સફાઇ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, પ્રભાત ફેરી, સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યકમો ચાલી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લામાં આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મોંઘવણ ખાતે સફાઇ અભિયાન પર નાટક સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ અલગ અલગ નાટકો દ્વારા સ્વચ્છતાલક્ષી સંદેશો આપતા નાટકો રજુ કર્યા હતા. આ સાથે જ શાળાના બાળકો દ્વારા શાળાની આજુબાજુ કેમ્પસમાં સામુહિક સાફસફાઇ કરી ”સ્વચ્છતા હી સેવા”ના સ્લોગનને સાર્થક કર્યું હતું.
000000000