બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં ઠરાવથી રાજ્યનાં ગ્રામીણ વિસ્તારોની અસ્મિતા જળવાઈ તે માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અમલમાં મૂકવા ઠરાવેલ છે. જે અંતર્ગત ગામનાં લોકો, ગામનું યુવાધન ઉપરાંત બાળકો ગામથી સુપરિચિત થાય અને તેનાં થકી ગામ વિકાસ પામે એવા મૂળભૂત ઉદ્દેશ્યનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની નિબંધ સ્પર્ધા અત્રેનાં બી.આર.સી. ભવન ખાતે યોજવામાં આવી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત એક રમણીય અને સમૃદ્ધ ભૂમિ છે. ગામડાનો પરિચય એટલે કે તેનાથી દરેક ગામનાં લોકોનું હૈયુ ગૌરવથી છલકાય અને તેની પ્રતીતિ થાય. સ્પર્ધાનાં અંતે આ મુજબ પરિણામો ઘોષિત થયા હતાં. પ્રથમ : શેખ યુસરા મુશાહિદ (એમ.એ.આઇ. હાઇસ્કૂલ, ઓલપાડ), દ્વિતીય : પટેલ સમિહા સોહેલ (એમ.એ.આઇ. હાઇસ્કૂલ, ઓલપાડ), તૃતિય : પટેલ હેલી ધર્મેશભાઈ (સરસ્વતી વિદ્યાલય, ઓલપાડ)
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાજેશ પટેલ (ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળા) અંકિતા પટેલ તથા કામિની પટેલ (ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા)એ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. સમગ્ર સ્પર્ધાનું સંચાલન બ્લોક એમ.આઈ.એસ. સંજય રાવળે કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.