આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ રેલી યોજી વિવિધ આંગણવાડી કેન્દ્રોની સાફસફાઇ હાથ ધરી
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૭- આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેને અનુસંધાને તાપી જિલ્લામાં કૂલ-109 ગામોમાં વિવિધ લાભાર્થીઓ કૂલ-269 નવનિર્મિત આવાસમા પ્રવેશ કરનાર છે. આ કાર્યક્રમની સાથે તા. 27 થી 30 સપ્ટેમ્બર સુધી “સ્વચ્છતા હી સેવા”ની ઉજવણી અન્વયે તાપી જિલ્લાના વિવિધ મુખ્ય વિભાગો દ્વારા યોજનાકિય કામગીરી અને જનજાગૃતિ અંગેને કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલી છે. જે અન્વયે તાપી જિલ્લામાં આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા આજે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓએ આંગણવાડી કેન્દ્રની સાફસફાઇ, શૌચાલય, કિચન, સ્ટોરરૂમની સાફ સફાઇ હાથ ધરાઇ હતી. કિચન ગાર્ડનની સફાઇમાં નાના ભૂલકાઓ પણ જોડાઇ ગયા હતા. આ સાથે વાલોડ તાલુકાની વિવિધ આંગણવાડી ખાતે બાળકો સાથે પોષણ રેલી યોજી હતી.
000000000