આગામી 29મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ ના ઉદઘાટન સમારોહ અન્વયે તાપી જિલ્લા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.24: આગામી તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, અમદાવાદ ખાતે યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ ના ઉદઘાટન સમારોહ અન્વયે તાપી જિલ્લામાંથી ૨૦ બસોમાં વિવિધ કોલેજો માંથી અંદાજીત ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને આ ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ ખાતે લઇ જવાના હોવાથી તેના સુચારૂ આયોજન માટે જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે વલવીના અધ્યક્ષસ્થાને તથા નાયબ જિલ્લા કલેક્ટરશ્રી તૃપ્તી પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે. વલવીએ વિવિધ કોલેજોમાંથી તેઓના કોર્ડીનેટર્સ, જિલ્લા નોડલ ઓફિસર્સ, વિવિધ હોદ્દેદારોને વિદ્યાર્થીઓને અમદાવાદ સુધી સહિ સલામત લઇ જવા તથા લઇ આવવા સુધીની જવાબદારી નિપુર્ણતાથી નિભાવવા તેમજ પ્રવાશ દરમિયાન તમામ સુચનો મુજબ બસમાં તમામ વિદ્યર્થીઓની હાજરી લેવી, રૂઠ પ્રમાણે બસ લઇ જવા-આવવાની માહિતી પુરી પાડી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા કલેક્ટરશ્રી તૃપ્તી પટેલે ઉપસ્થિત તમામ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકો, ટ્રેનરો, કોર્ડીનેટરોને સુચારું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરત ફરે તે મુજબનું આયોજન કોર્ડીનેટર્સે ધ્યાન રાખવું, બસ નંબર, વિદ્યર્થીઓ આવવા માટે તૈયાર છે કે નહિ વગેરે બાબતો ખાસ ધ્યાને લેવા વગેરે બાબતોની નોંધ લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, જિલ્લા નોડલ ઓફીસર્સ, વિવિધ કોલેજોમાંથી તેઓના કોર્ડીનેટર્સ તથા તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી થી વિવિધ હોદ્દેદારો/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000000