સોનગઢ તાલુકાના આંબા ગામે મંજૂર થયેલી માધ્યમિક શાળા આજ દિન સુધી બની જ નહિ ! : કોણ છે જવાબદાર ?
ગામનાં આગેવાનોએ સરકારમાં ફરિયાદ પણ કરી તેમ છતા વિદ્યાર્થીઓ એક જ છતની અંદર અભ્યાસ કરવા મજબૂર…
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સરકારના પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા તેમજ શાળા પ્રવેશોત્સવ સર્વ શિક્ષા અભિયાનના દાવા પોકળ. વાત કરીએ તાપીના સોનગઢ તાલુકાના આંબા ગામે વરસો પહેલા મંજૂર થયેલ ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલનું બાંધકામ આજદિન સુધી શરૂ જ ન થતાં વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાનાં મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક જ શાળામાં પ્રાથમિક અને માધ્યમિક એમ બંને કક્ષાનું શૈક્ષણિક કાર્ય ચાલતું હોય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હાલાકી પડી રહી છે. ત્યારે કયા કારણોસર આબા ગામની માધ્યમિકના શાળાનું કામ અટકયું છે, તે પણ ગ્રામજનોનો મોટો પ્રશ્ન છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે અલગ શાળાની નવિનીકરણની માંગ ઉઠવા પામી છે.
છેલ્લાં 10 વર્ષ પહેલાં આ ગામમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી, જોકે વહીવટી બેદરકારીને કારણે આટલા વર્ષો બાદ પણ શાળાનું બાંધકામ જ શરૂ ન થતાં અંદાજે દસથી વધુ ગામનાં વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે હાલાકી પડી રહી છે.
તાપીના સોનગઢ તાલુકાના આંબા ગામે વર્ષો પહેલાં મંજૂર થયેલી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાનું બાંધકામ ન કરાતાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીના હલ માટે સ્થાનિક આગેવાનોએ તંત્રને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ગામની મુખ્ય પ્રાથમિક શાળાનાં મકાનમાં જ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીઓ ને અપાઈ રહ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક એમ બંને કક્ષાનું શિક્ષણ એક જ શાળામાં અપાતું હોવાથી માધ્યમિકના વિદ્યાર્થીઓને રોજ વહેલી સવારે શાળામાં ભણવા આવવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું બાંધકામ વહેલી તકે શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે.