તાપીમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી ત્રાસીને મહિલાએ ૧૮૧ ટીમની મદદ માંગી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી ખાતે રહેતી મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા ફોન કરીને જણાવ્યું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે ધણા સમયથી પ્રેમ સંબંધમાં રહે છે.તેમના સામાજિક રિતરિવાજ મુજબ લગ્ન થયેલ છે. લગ્નના અગિયાર વર્ષ થયેલ છે.અને બે બાળકીઓ છે. છતાં પતિ પોતાના જ ગામમાં જ એક પરિણીતા સ્ત્રી સાથે રોજ ફોન કરી વાત કરે છે.અને એકબીજાને મળે પણ છે.આ વાતને લઈને મહિલાને તેમનો પતિ અવારનવાર અપશબ્દો બોલી હેરાનગતિ કરતો હોય તથા મારપીટ કરવા માટે હાથ ઉપાડતો હોય જેથી મહિલા અઢિ વર્ષ તેમના પિયરમાં રહેતી હોતી એક દિવસ પહેલા મહિલાના પતિ ગામની જ પરણિત સ્ત્રીને મળવા ગયેલ તેમની જાણ થતાં મહિલા પિયરમાંથી સાસરીમાં આવી ગયેલ આ બાબતે સાસુ સસરા અને નણંદ તેમજ સગાંસંબંધીઓએ મહિલાના પતિ અને અન્ય સ્ત્રીને સમજાવેલ અને પત્નીએ તેમના પતિને સુધારવા એક મોકો આપવા માંગતા હોવાથી.માનસિક રિતે ભાગી પડેલી પિડીત મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી ૧૮૧ ની ટિમ દ્વારા મહિલાના પતિને અને ગામની પરણિત સ્ત્રીનુ અસરકારક કાઉનસેલિગ કરી સંબંધનુ મહત્વ સમજાવ્યું અને ગામની પરણિત સ્ત્રીએ જણાવેલ કે હવે પછી ફરી આવી ભુલ ન થાય તેની બાંહેધરી આપી હતી અને મહિલાના પતિ એ પણ ફરી આવી ભુલ ન થાય તેની બાંહેધરી આપી હતી તેથી બીજાના લગ્ન જિવન તુટે તેવું વર્તન ન કરવા સમજાવી બન્ને પક્ષોનુ લખાણ લઈ સમાધાન કરી પિડીત મહિલાની મદદ કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *