તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા -2022 યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી દ્રારા શ્રીબલ્લુકાકા વિદ્યાલય ઈંગ્લીશ મીડીયમ સ્કુલ વિરપોર ખાતે નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા “ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન પડકાર અને સંભાવના” વિષય પર જીલ્લાની ૪૦ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓએ પી.પી.ટી./ચાર્ટ/મોડેલ રજુ કરી ભાગ લીધો. આં સ્પર્ધાથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો સચોટ અભિગમ કેળવે તે હેતુ સિદ્ધ થાય તે રીતે મૂળભૂત વિજ્ઞાન વિષય પર જુદાંજુદાં બાળકોએ પોતાના વિચારો આગવી છટાથી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રસ્તુત કર્યા. આં સ્પર્ધામાં કુલ – ૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા સૌનો અભિવાદન કરી આવકાર આપી ગણિત વિજ્ઞાન પ્રત્યે ઊંડો રસ દાખવવા બાળકોને આહવાન કર્યું. અને વધુને વધુ બાળકો સ્પર્ધાત્મક બને તેવો ભાવ દરેકના મનમાં પ્રગટે.
આં સ્પર્ધામાં ૪૦ બાળકો પૈકી પ્રથમ ક્રમે બલ્લુકાકા ઈગ્લીશ સ્કુલ વિરપોરની કુમારી કિંજલ શાહ દ્વિતીય ક્રમે વાઈબ્રન્ટ સાયન્સ સ્કુલની ચૌધરી અંજલીકુમારીને વિજ્ઞાન કેન્દ્ર તરફથી રોકડ પુરસ્કાર આપ્યો અને બાકીના સૌ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આં કાર્યક્રમમાં યજમાન શાળાના ટ્રસ્ટી શ્રીસતુભાઈ દેસાઈ, કર્ણ દેસાઈ અને અંધાત્રીના ચિરાગભાઈ પટેલ સાથે નિર્ણાયક તરીકે આચાર્ય ડૉ. રેનુ મેઘરાજાની ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો અંતે વિજ્ઞાન પ્રચારક પ્રકાશભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી સૌ અલ્પાહાર કરી છુટા પડ્યા. અને વિજેતા બંને દીકરીઓ અગામી દિવસોમાં ગુજકોસ્ટ ગાંધીનગર મુકામે રાજ્ય લેવલે ભાગ લેશે.