ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેંજનાં સિંગલ ફળીયામાં ખુંખાર દીપડાએ ઘરનાં આંગણામાં ત્રણ બકરાઓનું મારણ કરતા વઘઇ નગરમાં ભયનો માહોલ સર્જાયો

Contact News Publisher

(અર્જુન જાદવ દ્વારા, વઘઈ) :  પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેંજનાં સિંગલ ફળીયા વઘઇ ખાતે રહેતા સાજીદભાઈ શકુરભાઈ ખાટીકે ગતરોજ રાબેતા મુજબ બકરાઓને ઘરનાં આંગણામાં બનાવેલ શેડમાં બાંધેલ હતા.રાત્રીનાં અરસામાં શિકારની શોધમાં નીકળેલ ખુંખાર દીપડાએ વઘઇનાં સિંગલ ફળીયાનાં શેડમાં બાંધેલ ત્રણ બકરાઓનું મારણ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.બકરાઓનાં અવાજનાં પગલે માલિક જાગી ગયો હતો.પરંતુ ખુંખાર દીપડાએ ઘાત લગાવી ત્રણ બકરાઓને મારી નાખતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વઘઇનાં સિંગલ ફળિયામાં દીપડાએ ત્રણ બકરાઓનું મારણ કરતા બકરાનાં માલિકે બૂમાબૂમ કરતા ફળિયામાં રહેતા લોકો જાગી ગયા હતા.અને દીપડાને ભગાડ્યો હતો.હાલમાં બકરાનાં માલિકને આર્થિક નુકસાન થતા વઘઇ રેંજમાં અરજ ગુજારી વળતરની માંગણી કરી છે.ડાંગ જિલ્લાનાં વઘઇ નગરમાં ખુંખાર દીપડાએ ત્રણ જેટલા બકરાનું મારણ કરતા વઘઇ નગરમાં ભયનો માહોલ સર્જાયો છે.ત્યારે આ ખુંખાર દીપડાને પકડી અન્યત્ર દૂરનાં જંગલમાં છોડવાની માંગ ઉઠવા પામી છે.આ બાબતે દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે રબારીએ જણાવ્યુ હતુ કે વઘઇ નગરનાં સિંગલ ફળિયામાં દીપડાએ ત્રણ બકરાનું મારણ કર્યુ છે.જે બાબતેની અરજી અમોને મળી છે.વઘઇ રેંજ દ્વારા પશુપાલકને વળતર મળી રહે તે માટેની તજવીજ હાથ ધરી છે…

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other