કાનુની સેવા સત્તા મંડળ તાપી દ્વારા જીલ્લાની સરકારી શાળાઓ તથા કોલેજોમાં કાનુની શિબીરોનું આયોજન કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપીની અખબાર યાદી જણાવે છે કે, ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ માન . શ્રી અરવિંદ કુમાર સાહેબ તથા એક્ઝીક્યુટીવ ચેરમેન સુ.શ્રી . સોનિયાબેન ગોકાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા . 26.09.2022 થી 20.10.2022 સુધી , UNICEF સાથે સૌહાર્દ સંસ્થા ના સહયોગ થી સમગ્ર રાજ્ય ના જીલ્લા કાનુની સેવા સત્તા મંડળો દ્વારા , બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ ( POCSO ACT ) ની કાનુની જોગવાઈ અંગે જાગરુકતા ફેલાવવા એક કેમ્પેઈન શરુ કરવાનું હોઈ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ , તાપી દ્વારા તાપી જીલ્લાની સરકાર દ્વારા સંચાલીત તમામ માઘ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં કાનુની શિબીરો નું આયોજન કરેલ છે, જેમાં તાલીમબધ્ધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટ ની જોગવાઈઓની જાણકારી આપવામાં આવનાર છે અને તે બાબતે આજરોજ UNICEF ના ટ્રેનર દ્રારા એક ઓનલાઈન તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઈન ચીફ માન . શ્રી અરવિંદ કુમાર સાહેબ તથા માન.એક્ઝીક્યુટીવ ચેરમેન સુ.શ્રી . સોનિયાબેન ગોકાણી સાહેબ તથા માન . ન્યાયમુર્તી શ્રી નિરલ મહેતા સાહેબ તથા ન્યાયમુર્તી શ્રી સંદીપ ભટ્ટ સાહેબ તથા ન્યાયમુર્તી શ્રી નિખિલ કેરીયલ સાહેબ તથા ન્યાયમુર્તી શ્રી નિર્જર દેસાઈ સાહેબ તથા ન્યાયમુર્તી સુ.શ્રી . વૈભવીબેન નાણાવટી તથા ન્યાયમુર્તી શ્રી ડો . એ.સી.જોષી સાહેબ નાઓ એ હાજર રહી માર્ગદર્શન પુરુ પાડેલ છે . આ કેમ્પેઈન અંતર્ગત જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ , તાપી દ્વારા જીલ્લાની સરકાર દ્રારા સંચાલીત તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં કાનુની શિબીરો નું આયોજન કરવામાં આવેલ છે . અને આ રીતે તા .20.10.2022 સુધી કાનુની શિક્ષણ શિબિરો કરી જીલ્લા ની તમામ માઘ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં પોક્સો એક્ટ અંગની કાનુની માહીતી નો પ્રચાર કરવામાં આવશે જેથી લોકોને આ કાયદાની ગંભીરતા અંગે જાણકારી મળી રહેશે .