SX4 ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરતા ઈંગ્લીંશ દારૂનાં જથ્થા સાથે કુલ કિ.રૂ. ૨,૪૧,૯૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને ગઇ તા. ૨૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ પો.ઇન્સ.શ્રી, આર.એમ. વસૈયા એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ ASI અજયભાઈ દાદાભાઈ એલ.સી.બી. સ્કોર્ડ તાપી – વ્યારા તથા એલ.સી.બી. સ્કોર્ડના સ્ટાફના પોલીસ જવાનો સાથે વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો.જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.હે.કો.જીગ્નેશભાઈ સદાશિવભાઈને મળેલ બાતમી આધારે મૌજે બાજીપુરા બાયપાસ સુરત – ધુલીયા હાઈવે રોડ ઉપર તા.વાલોડ જિ.તાપી આરોપીઓ ( ૧ ) નિખીલગીરી ભરતપરી ગૌસ્વામી ઉં.વ .૨૩ હાલ રહે ૨૦૮, ધનદીપ એપાર્ટમેન્ટ સત્યનારાયણ સોસાયટી પુણાગામ સુરત શહેર મુળ રહે – ઉમરાડા ત. કાલાવાડ જિ. જામનગર ( ૨ ) દેવેન્દ્રભાઈ ભીમજીભાઈ સોઢા ઉ.વ .૪૮ રહે – રાજપાર્ક શેરી -૧ ગુલાબ નગર ડાંગરવાડ તા.જિ. જામનગર ( 3 ) જાગૃતિબેન ભરતપરી ગૌસ્વામી ઉ.વ .૪૩ હાલ રહે ૨૦૮ , ધનદીપ એપાર્ટમેન્ટ , સત્યનારાયણ સોસાયટી પુણા ગામ સુરત શહેર મુળ રહે ઉમરાડા તા કાલાવાડ જિ.જામનગરને પોતાના કબ્જાની મારૂતી SX4 ફોર વ્હીલ ગાડી નંબર- GJ – 11 – S – 5147 જેની આશરે કિંમત રૂપિયા -૨,૦૦,૦૦૦ / – માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈંગ્લીંશ દારૂની સીલબંધ નાની મોટી કાચની બોટલ ફુલ નંગ -૬૬ જેની કિંમત રૂપિયા -૩૭,૯૦૦ / – નો પ્રોહી . મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા , મોબાઇલ ફોન નંગ -૦૨ , કિંમત રૂપિયા -૪,૦૦૦ / – મળી કુલ્લે કિંમત રૂપિયા- ૨,૪૧,૯૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ ઇ , ૮૧,૮૩ , ૯૮ ( ૨ ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : અ.હે.કો.જગદીશભાઈ જોરારામભાઈ એલ.સી.બી. સ્કોર્ડ તાપી તથા અ.હે.કો.જયેશભાઈ લીલકીયાભાઈ , અ.હે.કો.સંદિપભાઈ સુરજીભાઈ, અ.હે.કો.જીગ્નેશભાઈ સદાશિવભાઈ, અ.હે.કો.સોહનભાઈ મોહનભાઈ, આ.હે.કો.પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, આ.પો.કો.વિજયભાઈ બબાભાઈ, અ.પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઈ, આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈ, મહિલા પો.કો.સેજલબેન ચીથરભાઈએ કામગીરી કરેલ છે.