સોનગઢ આઇ.સી.ડી.એસ. કચેરી અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકોની આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.22 તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના ઘટક-૨ તેમજ તાલુકા આરોગ્ય કચેરી સોનગઢ દ્વારા સંયુક્ત રીતે તાલુકાના નબળા અને અતિકુપોષિત બાળકોની આરોગ્ય ચકાસણી માટે નિ:શુક્લ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ગુનખડી પી.એચ.સી. અંતર્ગત આવતા ગામોની આંગણવાડી કેંદ્રોના અતિકુપોષિત એવા કુલ ૧૨ જેટલા બાળકોની આરોગ્ય તપાસનું કરવામાં આવી હતી. સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે ગુનખડી પી.એચ.સી. ખાતે મેડિકલ ઓફિસર, સોનગઢ તાલુકામાં સીડીપીઓ જશ્મીના ચૌધરી, એ.એન.એમ, આશાવર્કર તેમજ આઇ.સી.ડી.એસ. ના સુપરવાઇઝર તેમજ આંગણવાડી કાર્યકરની ઉપસ્થિતીમાં કુલ ૧૨ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં બાળકોને દવાઓ તેમજ અન્ય જરૂરી નિદાન અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ સાથે ગંભીર જણાયેલ બાળકોને સોનગઢ ખાતે આવેલ સી.એમ.ટી.સી. સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યા તેઓને ૧૦ દિવસ જરૂરી સારવાર આપવામાં આવનાર છે.
000000000