આહવાની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયો પદવીદાન સમારોહ
( અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: ૨૦: ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત,ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તાજેતરમા ‘વિશ્વકર્મા જ્યંતી’નિમિત્તે વર્ષ 2020-21 અને વર્ષ 2021-22મા અભ્યાસપૂર્ણ કરી, પાસઆઉટ થયેલા તાલીમાર્થીઓ માટેનો પદવીદાન સમારોહ યોજવામા આવ્યો હતો.
ડાંગનાધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલા આ પદવીદાન સમારોહમા મહાનુભાવોના હસ્તે,ટોકન રૂપે ૨૧ જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. દરમિયાન મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામા આવી હતી.કાર્યક્રમનુ સંચાલન ઔધોગિક તાલીમ આહવા, સુબીર અને વધઈના સ્ટાફગણ દ્વારા કરવામા આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આહવા સ્થિત ઔધ્યોગિક તાલીમ સંસ્થામા કોપા, ફિટર, વાયરમેન, સુઇંગ ટેકનોલોજી, કોસ્મેટોલોજી, વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, સેનેટરી ઈન્સ્પેકટર, આર્મેચર, એફ.ટી.ડી., અને એસ.ઓ.ટી. સહિત ૧૩ જેટલા વિવિધ ટ્રેડમા ૬૧૧ જેટલા વિધ્યાર્થીઓ માટે બેઠકો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને બસ પાસની સુવિધા પણ પૂરી પાડવામા આવી રહી છે.
–