છેવાડાના નિઝર તાલુકામાં આવાસ યોજનામાં કૌભાંડની તટસ્થ તપાસ કરવા માંગ !
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) ; તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકામાં લોક માંગો ઉઠી રહી છે કે આવાસ યોજનામાં તટસ્થ તપાસ કરવામાં આવે?
નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત ભીલજાંબોલી ગામમાં ટી.એસ.પી. આવાસ યોજનામાં હાલમાં ૨૪ આવાસો આપવવામાં આવેલ છે. પરંતુ ગ્રામજનોને જાણ કર્યા વગર અને ગ્રામસભામાં ચર્ચા કર્યા વગર ટી.એસ.પી. આવાસ યોજનામાં કેવી રીતે આવાસો ફાળવણી કરવામાં આવેલ છે. એ એક મોટો સવાલ સ્થાનિક અધિકારીઓ પર ઉઠી રહ્યો છે. ભીલજાંબોલી ગામમાં ખરેખર જે લોકો આવાસોથી વંચિત છે અને જે લોકોના કાચા મકાનો છે એ લોકોને આવાસ આપવાને બદલે ભીલજાબોલી ગામના સરપંચ અને ટી.એસ.પી. આવાસ યોજનાના વિસ્તરણ અધિકારી દ્વારા પાત્રતા વગરનાં પોતાના અંગત માણસોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. ભીલજાંબોલી ગામમાં અગાઉ આવાસનો લાભ લઈ લીધેલા લાભાર્થીઓને અને પાકા મકાનો ધરાવનારને, બી.પી.એલ. યાદીમાં ૦ થી ૨૨ સુધી બી.પી.એલ. સ્કોરમાં આવાસનો લાભ લઈ લીધેલા હોય એવા લોકોના આવાસો (મકાનો) સરપંચ અને સ્થનિક અધિકારીઓ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જે લાભાર્થીઓએ અગાઉ આવાસનો લાભ લઈ લીધેલ છે. લાભાર્થીઓના પત્નીઓ અને સરપંચના અને ટી. એસ. પી. આવાસ યોજનાના વિસ્તરણ અધિકારી દ્વારા પોતાના અંગત માણસોને અને સરપંચના કાકી, કાકાનો છોકરો, મામાનો છોકરો, સરપંચના વાહન ચલાવનારને તેમજ સરકારી કર્મચારીને પણ લાભ આપવામાં આવેલ છે.
જો ખરેખર નિઝર તાલુકાના દરેક ગામડાઓમાં તપાસ કરવામાં આવે તો આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટ્રાચાર નીકળશે ! ખરેખર જેને આવાસનો લાભ આપવાની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ આપવામાં કેેમ આવેલ નથી. ટી.એસ.પી. આવાસ યોજના હોય કે પછી પ્રધામઁત્રી આવાસ યોજના હોય નિઝર તાલુકો એટલે ભ્રષ્ટ્રાચારનો તાલુકો કહેવાય. નિઝર તાલુકામાં અનેક ગામોમાં ભ્રષ્ટ્રાચારની તપાસ કરવામાં આવેલ છે પરંતુ તપાસ ફક્ત કાગળ પર જ કરવામાં આવે છે. જેથી નિઝર તાલુકાના સ્થાનિક અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટ્રાચાર કરે છે. ખરેખર જે લાભાર્થીઓને લાભ આપવાનો હોય છે તે લાભાર્થીઓને લાભ આપવામાં આવતો નથી. આવા અધિકારીઓ નિઝર તાલુકામાં બેઠા છે. નિઝર તાલુકાના સ્થાનિક અધિકારીઓ અને પંચાયતના અધિકારીઓ દ્વારા 75% પાકા મકાનો વાળાને આવાસો ફાળવણી કરવામાં આવેલ છે. આવાસ યોજનાઓમાં તપાસ કરવામાં આવે તો કરોડોનો કૌભાંડ બહાર નીકળશે. ભીલજાંબોલી ગામના જાગૃત નાગરિકો દ્વારા આજ રોજ નિઝર તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી આવાસ યોજનામાં લાભ લઈ લીધેલા લાભાર્થીને ફરી આવાસનો લાભ આપવામાં આવેલ તે તપાસ કરવામાં આવે અને ખરેખર જેના કાચા ઘરો છે તેવા લાભાર્થીઓને લાભ આપવામાં આવે એવી માંગો સાથે નિઝર તાલુકા વિકાસ અધિકારીને મૌખિક અને લૈખિક રજૂઆત કરવામાં આવેલ છે. ગ્રામજનો જણાવે છે કે, છેલ્લા નવ માસથી આજ દિન સુધી ગ્રામ સભા લેવામાં આવેલ નથી. ગુજરાત ગ્રામપંચાયત અધિનિયમ -૧૯૯૩ના કાયદા હેઠળ દર ત્રણ કે ચાર માસે ગ્રામસભા લેવાની જોગવાઈ હોવા છતાં નવ -નિયુક્ત સરપંચ દ્વારા આજદિન સુધી એક પણ ગ્રામસભા લેવામાં આવેલ નથી ? છતાં પણ વર્ષ:૨૦૨૨-૨૩માં ટી.એસ.પી. આવાસ યોજના હેઠળ નવા લાભાર્થીઓની નામોની યાદી ગ્રામસભા લીધા વગર કેવી રીતે તાલુકા પંચાયત કચેરી દ્વારા મંજુર કરવામાં આવેલ છે ? અનેક કામોના આયોજન ગ્રામસભા વગર જ મંજુર કરવામાં આવેલ છે ? શું પંચાયતના વહીવટીકર્તાઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે ? ગ્રામસભાના ઠરાવ વગર અનેક કામો પાસ કરવામાં આવતા હશે ? લોકોમાં અનેક પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. હાલમાં એ જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી પોતે સ્થળ પર તપાસ કરશે કે પછી કસુરવાર એવા ભીલજાંબોલી ગામના સરપંચ અને નિઝર તાલુકાના વિસ્તરણ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ? આવનાર સમયમાં સત્ય બહાર આવશે ?