સાગનાં પરિક્ષણ માટે કેવિકે, વ્યારા દ્વારા AFRI, જોધપુર સાથે MoU કરવામાં આવ્યું
સમગ્ર ભારતમાંથી એકત્રિત કરેલ ટીસ્યુ કલ્ચર સાગના ક્લોન સાથે વલસાડી સાગનાં લોકલ ક્લોનની સરખામણી માટેનું પરિક્ષણ કરવામાં આવશે
………………………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.13: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા. 12/09/2022નાં રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને શુષ્ક વન અનુસંધાન સંસ્થા (AFRI), જોધપુર, ભારતીય વનીકરણ સંશોધન અને શિક્ષણ પરિષદ-ICFRE વચ્ચે ટીસ્યુ કલ્ચર સાગના ક્લોનનાં પરિક્ષણ માટે MoU કરવામાં આવ્યું હતું. આ એગ્રોફોરેસ્ટ્રીનાં AICRP-09 પ્રોજેક્ટ અંતર્ગત “ક્વોલીટીટીક પ્રોડક્શન: કેપીટલાઈઝીંગ ઓન ક્લોન” નાં ટ્રાયલમાં સમગ્ર ભારતમાંથી એકત્રિત કરેલ ટીસ્યુ કલ્ચર સાગના ક્લોન સાથે વલસાડી સાગનાં લોકલ ક્લોનની સરખામણી માટેનું પરિક્ષણ કરવામાં આવશે. નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. એમ. ચૌહાણ અને એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરનાં પ્રિન્સીપાલ અને ડીન ડૉ. આર. એમ. નાયકની હાજરીમાં AFRI, જોધપુરનાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ડૉ. બિલાસ સિંઘ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. સી.ડી.પંડ્યા આ પ્રસંગે ઉપસ્થિત રહી MoU કરવામાં આવ્યું હતું.
0000000000000