૩૦૦થી વધુ દીકરીઓને દત્તક લેનાર શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટનાં આરતીબેન ભીલનું ઘાટા ગામે 101 દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાની એક દીકરી કે જે હરહંમેશ દીકરીઓની સેવા માટે તત્પર હોય છે તથા અત્યારે હાલમાં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકેની ફરજ બજાવે છે તેવા આરતીબેન કાળુભાઇ ભીલની સેવા તથા દીકરીઓ પ્રત્યેનો પ્રેમ જોઈ વ્યારા મુકામે આવેલ ઘાટા ગામમાં આરતીબેન ભીલને બોલાવી ત્યાંની 101 દીકરીઓ દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે આરતીબેન ભીલ એ વ્યારામાં આવેલ ભગવતી માતાના મંદિરમાં દર્શન કરી તેમના પાવનકારી આશીર્વાદ મેળવ્યા હતા, સાથે આરતીબેન એ ત્યાંની દીકરીઓને પગભર થવા તથા શિક્ષણ મેળવવા ભાજપ સરકારની નારી સશક્તિકરણને લગતી દરેક યોજનાથી વાકેફ કર્યા હતા.

આરતીબેન ભીલનું માનવું છે કે દેશની દરેક સમાજની દીકરીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશની સૌથી મોટી સફળતા છે અને એ જ દેશનો સાચો વિકાસ છે.

પિતાનો પારાવાર પ્રેમ, માતાની મબલખ મમતા…ભેગા થઈને આકાશે ચડે અને વાદળ બંધાય અને એ વાદળાં જ્યારે અનરાધાર વરસે એનું નામ “દીકરી”

સૌના જીવનમાં એક આધારસ્તંભ તરીકે સહયોગ પ્રદાન કરતી દીકરીઓના સર્વાંગી અને સમાવેશક વિકાસના દૃઢ સંકલ્પ સાથે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રાષ્ટ્રિય સ્તરે શરૂ કરવામાં આવેલ “બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાને દીકરીઓને “આત્મનિર્ભર” બનાવવાની સાથે મજબૂતી પ્રદાન કરી છે જે દિશામાં મોદી સાહેબની વિચારધારાને આગળ ધપાવતા આરતીબેન ભીલ એ અત્યાર સુધીના તેમના જીવનકાળમાં 300થી વધુ દીકરીઓને દત્તક લીધેલ છે.

આરતીબેન દ્વારા તાપી વિસ્તારમાં ચલાવવામાં આવતા NGO કે જેનું નામ “શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ” છે તેમાં જોડાયેલ તમામ સભ્યો દીકરીઓના સર્વાંગી વિકાસ તેમજ દરેક સમાજના ગરીબ તથા પછાત વર્ગના લોકોના વિકાસ તથા ઉત્થાન માટે કાર્યરત છે તે અંતર્ગત દરેક સમાજના તથા પછાત વર્ગ ના બાળકો શિક્ષણ થી વંચિત ના રહે તેવા ઉમદા હેતુથી તેઓએ 26 થી વધુ બાળકોનું ભણતર દત્તક લીધેલ છે.

પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જયારે દીકરીને ‘સા૫નો ભારો’ ‘પારકી થા૫ણ’ ‘માથાનો બોજ” વગેરે માનવામાં આવે છે. આરતીબેનનું માનવું છે કે આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરદીવડો હોય દીકરી ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता”

અર્થાત જયાં નારીઓ પુજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.
”જે કર ઝુલાવે પારણુ તે જગત ૫ર શાસન કરે ”
જગતના મહાપુરુષોને જન્મ આ૫નારી નારી સાક્ષાત નારાયણી છે.માનવજાત ૫રનું તેનું ઋણ ઘણું મોટુ છે.

આરતીબેનની આ વિચારધારા તેમને કોઈપણ નારીને મદદરૂપ થવા પ્રેરે છે.

ગાંઘીજીએ સ્ત્રીશીક્ષણને મહત્વ આપ્યુ. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી. રાજા રામમોહનરાય જેવા વીર સમાજસુઘારકે સતીપ્રથાની નાબુદી અને કન્યાકેળવણીના પ્રચાર માટે અથાક પ્રયત્નો કર્યા. આજે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આ૫ણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આ૫તા નથી, ત્યારે આરતીબેન દ્વારા નારીશક્તિ માટે ચલાવવામાં આવેલ ઝુંબેશ એ ખુબજ સરાહનીય બાબત છે.

રાજ્યની દરેક દીકરી પૂર્ણ આત્મવિશ્વાસ, અડગતા અને મક્કમતા સાથે સફળતાના નવા સોપાનો સર કરે તેવા ઉમદા હેતુ સાથે આરતીબેન ભીલ તથા તેમની સમગ્ર ટીમ અવિરતપણે કાર્યરત છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other