તાપી જિલ્લા કક્ષા કલામહાકુંભ-2022-23નો પ્રારંભ*
“ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખુબ જ ભવ્ય છે.:” જિલ્લા ક્લેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા
…………………….
“સ્ટેજ ઉપર પોતાની કલામાં નિપૂર્ણતા દર્શાવવી એક લાહ્વો છે.”: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦6: આજથી પ્રારંભ થતા તાપી જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નો ઉદ્દઘાટન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના વરદ હસ્તે તથા જિલ્લા ક્લેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને શ્રી ખુ. મ. ગાંધી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ કલામહાકુંભ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન તા.07 અને 08-સપ્ટેમ્બરના રોજ વ્યારા સ્થિત શ્રી ખુ. મ. ગાંધી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર છે.
આ કાર્યક્ર્મના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ કલાકારોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખુબ જ ભવ્ય છે. વિવિધ ક્ષેત્રોમાં પ્રદેશ અનુસાર કલા વિકાસ અપામી છે. ગ્રામ્યકક્ષાએ રહેલ સુશુપ્ત કલાઓને ઉજાગર કરવા ગુજરાત સરકાર દ્વારા વિવિધ ઉજવણીઓના માધ્યમથી કલાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે શિક્ષક ગણ અને વાલીઓને બાળકલાકારોમાં રહેલી પ્રતિભાને ઓળખે તેઓને કલાક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા આગ્રહ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ સૌ કલાકાર મિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, હાર-જીત કરતા વધારે પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક મળે એ મહત્વનું છે. સ્પર્ધામાં હાર-જીત થતી રહેતી હોય છે પરંતું સ્ટેજ ઉપર પોતાની કલામાં નિપૂર્ણતા દર્શાવવી એક લાહ્વો છે. જે તક જતી કરવી જોઇ નહીં. તેમણે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત અને તેમની ટીમ દ્વારા અવાર-નવાર યોજાતા કાર્યક્રમોનું સુંદર આયોજન માટે બિરદાવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રોહિત ચૌધરીએ કલાના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, કલાને કોઇ ધર્મ નથી કલાને કોઇ કોમ નથી. કલાએ હ્યદયનો આનંદ છે. કલાએ ભક્તિ છે, સાધના છે. કલા એ ભગવાનને રિઝવવાનું એક સાધન છે. મનુષ્યમાં રહેલી કલાને ઓળખવા વાલીઓ અને શિક્ષકોએ દિર્ઘ દ્રષ્ટી કેળવવી જરૂરી છે. તેમણે કલાકારોને ખાસ પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, કોઇ પણ સ્પર્ધામાં ભાગ લેવું જરૂરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તા. 08-09-2022ના રોજ શ્રીમતી કે. કે. કદમ કન્યા વિધાલય ખાતે સવારે 9.30 થી લગ્નગીત, સ્કૂલ બેન્ડ, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કારીગીરી, ઓર્ગન અને ખુ.મા.ગાંધી પ્રા.શાળા ખાતે સવારે 11.30 કલાકે ગરબા અને સમૂહ ગીત સ્ટેજ ઉપર યોજાશે.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત દ્વારા સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, ર.ફ.દા.બુ કેળવણી મંડળના પ્રમુખશ્રી હસમુખ ભક્તા, મહેશ શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કુલીન પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦