તાપી જિલ્લા કક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ હારમોનિયમ વાદનમાં માહિતી કચેરીના અલ્કેશકુમાર ટી.ચૌધરી પ્રથમ સ્થાને

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૭- કલાકારોની કલાઓને બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ-૨૦૨૨-૨૩નું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. આજરોજ તાપી જિલ્લામાં કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં લોકવાદ્યો,તબલા,હારમોનિયમ,લોકગીત/ભજન,સુગમ સંગીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
હારમોનિયમ વાદનમાં ૨૧ થી ૫૯ વર્ષના વયજૂથમાં જિલ્લા કક્ષાએ જિલ્લા માહિતી કચેરી,વ્યારા ખાતે ફરજ બજાવતા અલ્કેરકુમાર તુલસીભાઈ ચૌધરી પ્રથમ સ્થાને આવ્યા હતા. જ્યારે સોનગઢના રાકેશ એન.ગામીત બીજા નંબરે આવ્યા હતા.
પારંપારિક લોકસંગીતને જાળવી રાખવા માટેની ખેવના ધરાવનાર અલ્કેશકુમારે દક્ષિણ ગુજરાતની આદિવાસી લોકસંગીતની કાબીલેદાદ શૈલી રજુ કરી દર્શકોને ડોલાવ્યા હતા. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને કલાપ્રેમીઓએ તેમની કલાને બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other