આવતીકાલે તાપી જિલ્લમા ૫૪૮ કર્મચારીઓ સરકાર વિરોધી નીતિ સામે રેલી-ધરણા કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના તા.૨૭.૧૧.૨૦૧૯ના આદેશ મુજબ તાપી જિલ્લાના ૫૪૮ કરતા વધારે આરોગ્ય કર્મચારી ઓનુ આંદોલન બીજા તબક્કામાં રેલી અને ધરણાંના સ્વરુપમાં પ્રવેશી રહ્યુ છે ત્યારે આવતીકાલે ગુજરાત ભરમાં ૩૩ જીલ્લાના વડા મથકોએ એક સરખા કાર્યક્રમો મુજબ રેલી બાદ જિલ્લા કક્ષાએ ધરણા કરી સરકારની આરોગ્ય કર્મચારી વિરોધી નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરશે. આવતી કાલે તા.૯.૧૨.૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે સયાજી ગ્રાઉન્ડ વ્યારા થી જુના સ્ટેશન ઉનાઈ નાકા થઈ જીલ્લા સેવા સદન વ્યારા ના મુખ્ય ગેટ સુધી રેલી જશે ત્યા ૪ વાગ્યા સુધી ધરણા પર આરોગ્ય કર્મચારીઓ બેસી દેખાવો કરશે…આ કાર્યક્રમમાં આપને પધારવા આમંત્રણ છે.
ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ સમયે રાજ્ય સરકારે કરેલ સમાધાન મુજબ ૧થી૧૩પડતર પશ્રોનુ અમલીકરણ ન થતા આરોગ્ય કર્મચારીઓમા તીવ્ર અસંતોષ અને પ્રવર્તતા ફરીથી તાપીના પદમડુંગરી ખાતે ૨૪.૧૧.૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કામગીરી ચાલુ રિપોર્ટિંગ બંધ ના એલાન સંદર્ભે આંદોલનના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ આજે રેલી ધરણા બાદ ૧૭.૧૨.૨૦૧૯ના રોજ આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગર ખાતે માગણીઓ સંદર્ભે ગુજરાત ભરના આરોગ્ય કર્મચારી ઓ સામુહિક માગણી કરવા ઉમટી પડશે.ત્યાર બાદ પણ કોઈ નિર્ણય ના આવે તો ૧૭મી ડીસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો જાહેર કરશે.
“આરોગ્ય કર્મચારીઓની આ ૧૩ માગણીઓ નીચે મુજબ છે .” (૧) આરોગ્યની સાત કેડરોના ગ્રેડ પે સુધારો કરવો.(ર)ત્રિસ્તરીય માળખુ અમલ કરવુ.(૩) કાયમી મુસાફરી ભથ્થુ તમામ ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓને આપવુ.(૪) નવરચિત જિલ્લાનુ મહેકમ મંજુર કરવુ (૫)ફિક્સ પગારી જી. એન.એમ. ને નર્સીંગ એલાઉન્સ આપવુ.(૬)નામાભિધાન બદલવુ. (૭) પેટા કેન્દ્રમાં મપહેવની જગ્યા મંજુર કરવી.(૮)તાલુકા કક્ષાની સુપરવાઇઝરોની જગ્યાઓ અપગ્રેડ કરવી.(૯)મપહેસુ અને એલ.ટી.ને જીલ્લા મેલેરિયા અધિકારી (વર્ગ ૨)મા બઢતી આપવી.(૧૦)લેબ.ટેકનુ ૧૯૮૭મુજબ પગાર સુધારો કરવો.(૧૧)ફાર્માસીસ્ટનુ જીલ્લા તથા તાલુકા કક્ષાએ મહેકમ ઉભું કરવું. (૧૨) લેબ.ટેક.ની તાલુકા કક્ષાએ જગ્યા ઉભી કરવી.(૧૩)જિલ્લા,તાલુકા અને પી.એચ.સી. સુપરવાઇઝરોની ખાલી જગ્યાઓ તાકીદે ભરવી.