નિઝર તાલુકાના વેલ્દા ગામમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા ગ્રામજનોની લેખિત રજૂઆત

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના આંબેડકર નગરના રહેવાસીઓ દ્વારા વારંવાર વેલ્દા ગ્રામ પંચાયતને મૌખિક રજુઆત કરવામાં આવેલ હતી કે, મેહુલભાઈ રાજેન્દ્ર સાળવે એમના ઘર પાસે બંધ પડેલ બોર ઘણા સમયથી બંધ છે તે બોરને રીપેરીંગ કરી ચાલુ કરવામાં આવે જેથી લોકોને પાણીની સમસ્યાથી મુકિત મળે. આંબેડકર નગરમાં સ્ટ્રીટ લાઈટ બેસાડવામાં આવેલ હતી. પરંતુ કેટલાક મહિનાથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળે છે. તેમજ બાબા સાહેબ આંબેકરની પ્રતિમા પાસેના હાઇમસ ટાવરના લાઈટ પણ બંધ છે. તેમજ બાબા સાહેબ આંબેકરની પ્રતિમા પાસે મોટા પાઇપમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તા પર પાણી રેલમછેલ જોવા મળે છે. વારંવાર ગ્રામપંચાયતના સરપંચ અને તલાટીને રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ આજદિન સુધી મૌખિક રજૂઆત પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી વેલ્દા ગ્રામપંચાયતના તલાટી અને સરપંચને આજરોજ આંબેડકર નગરના રહેવાસીઓ દ્વારા  લેખિત અરજી આપી માંગણીઓ કરવામાં આવેલ છે. વેલ્દા ગ્રામપંચાયતના વહીવટી કરતા સરપંચ અને તલાટી પર સવાલો ઉઠી રહયા છે કે ગ્રામજનો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ મૌખિક રજૂઆત પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. સાફ દેેખાઈ રહયું છે કે વેલ્દા ગ્રામપંચાયતના વહીવટીકરતા ઘોર નિંદ્રામાં ઉંઘી રહ્યા છે ? આતો એકજ ગલીની કહાની છે એમ કેટલી ગલી છે ત્યાં પાણીની સુવિધાઓ નથી, નળ ટાઈમ પર આવતા નથી, સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે, વરસાદી પાણી ગટરના બદલે રસ્તા પર રેલમછેલ વહે છે. વારંવાર ગ્રામજનો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સ્થાનિક તંત્ર જાણે કાન આડા કરીને બેસી રહ્યા છે? હાલમાં એ જોવાનું રહયું કે વેલ્દા ગ્રામપંચાયતના વહીવટીકર્તા ગ્રામજનોની લેખિત અરજી પર તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવશે કે પછી જેમ છે તમે રહશે ? જે આવનાર સમયમાં ખબર પડશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other