પ્રેરણાદાયી અભિગમ સાથે કરંજની બેંક ઓફ બરોડા શાખા તથા કૉમેટ મોટર ઓલપાડ દ્વારા શિક્ષક દિનની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : કોઈપણ સમાજ અથવા રાષ્ટ્રનું ઉન્નત ભવિષ્ય બનાવવાની જવાબદારી તે રાષ્ટ્રનાં શિક્ષકોની છે. તેઓ પોતાનાં રાષ્ટ્રનાં નાગરિકોને સફળતાનાં શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું ઉમદા કાર્ય કરે છે. શિક્ષકોનાં આ મહત્વને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.
આપણા જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા જ્ઞાન, કૌશલ્યો અને આવડતને જાણીને આપણી સફળતામાં સહભાગી અને માર્ગદર્શક બને છે. આ શુભ ચિંતનને અનુલક્ષીને આવનારી પેઢીનું સિંચન કરવા તથા નવા સમાજનું ઘડતર કરવાનાં શુભ હેતુસર બેંક ઓફ બરોડા, કરંજ શાખાનાં બ્રાંચ મેનેજર મો.ગૌસે સમદાની સહિત હેડ કેશિયર રાગિણી પટેલ તથા હિતેશ પટેલે કરંજ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષકોને મીઠાઈ ખવડાવી બાળકોને ચોકલેટો વહેંચી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. બીજી તરફ કૉમેટ મોટર, ઓલપાડનાં અર્પિત ઠક્કર સહિતનાં સ્ટાફે અત્રેની શાળામાં ઉપસ્થિત રહી શિક્ષકો સાથે કેક કાપી આ દિન વિશેષની અનોખી ઉજવણી કરી હતી.
આ બંને સંસ્થાઓએ શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવા ખૂબ જ પ્રેરણાદાયી અભિગમ સાથે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિન-શિક્ષકદિનની ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે જે અભિનંદનને પાત્ર છે. શાળાનાં મુખ્યશિક્ષક શ્રીમતી જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે તમામ શિક્ષકો તથા બાળકો વતી ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other