તાપી જિલ્લાનું ગૌરવ : દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’ G3Qમાં તાપી જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન

Contact News Publisher

તાપી જિલ્લાના કૂલ-27135 વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લઇ કૂલ-477 ઉમેદવારો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં 70.2852 ટકા સાથે પ્રથમ સ્થાન
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૦5: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’-G3Q ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો પ્રારંભ તા.07/07/2022 ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ ક્વિઝ સતત 75 દિવસ સુધી યોજવામાં આવી હતી.

જેમાં તાપી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એમ. ચૌધરીની આગેવાની હેઠળ જિલ્લાની તમામ શાળાઓમાંથી કુલ – 38607 નાગરિકો અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું, જ્યારે કૂલ-27135 વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો હતો. તાપી જિલ્લાના કૂલ-477 ઉમેદવારો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં 70.2852 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. જેના માટે સમગ્ર શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રસાશન દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ક્વિઝમાં દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન આપવામાં આવતી હતી. તદઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવતા હતા.
જિલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટૂર કરાવવામાં આવશે. ઉપરાંત ટુંક સમયમાં તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
00000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other