તાપી જિલ્લામાં આગમી 21મી સપ્ટેમ્બરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦5: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા સપ્ટેમ્બર-૨૦૨૨નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.21-૦9-2022, બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.
જેમાં ડોલવણ તાલુકામાં કલેક્ટર એચ.કે.વઢવણિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ
ખાતે સવારે-૧૧ કલાકે યોજાશેખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, વાલોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.ઉચ્છલ તાલુકામાં પોલીસ અધિક્ષક્શ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ઉચ્છલ, વ્યારામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, સોનગઢ તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, નિઝર તાલુકામાં પ્રાંત અધિકારી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તથા કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારી,નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.10/૦9/૨૦૨૨ સુધીમાં તાલુકા મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા કલેકટરશ્રી, તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦