સુરતમાં પાંચ દિવસના ગૌરી ગણેશનું શ્રદ્ધા- ઉત્સાહપૂર્વક વિસર્જન
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતમાં પાંચ દિવસના ગૌરી ગણેશનું આજે શ્રધ્ધા અને ઉત્સાહ પુર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ પાંચ દિવસના ગૌરી ગણેશ વિસર્જન ની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાપા મોરિયાના નારા અને ઢોલ નગારા સાથે શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. મોટાભાગના ભક્તોએ પોતાના ઘરે જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
સુરતમાં ઉત્સાહ અને ઉમંગભેર ગણેશોત્સવ સાથે માનતાના શ્રીજીની સ્થાપના પણ વધુ થઈ રહી છે. સુરતમાં દોઢ દિવસથી માંડીને પાંચ અને સાત દિવસના શ્રીજીની સ્થાપના થાય છે. છેલ્લા ઘણા વખતથી સુરતમાં ઘરે જ ગણેશજીની પ્રતિમા વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો છે તેમ છતાં પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં ગઈકાલ સુધીમાં 803 પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું હતું. આજે પાંચમા દિવસે ગૌરી ગણેશનું વિસર્જન હોવાથી આજે વિસર્જનની સંખ્યામાં વધારો થશે.
તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો ત્યાર બાદ મોટાભાગના ગણેશ આયોજકો સાથે સાથે ઘરે ગણેશજીની સ્થાપના કરતા લોકો ઘર આંગણે કે ગણેશ મંડપમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે છે. તેમ છતાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં 19 જેટલા કૃત્રિમ તળાવ બનાવાયા છે. સુરતમાં ગણેશજીની સ્થાપના ના બીજા દિવસે વિસર્જન શરુ થયું હતું
મુકીને વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પહેલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાપા મોરિયા નારા સાથે ઢોલ નગારા સાથે બાપાને ભાવ ભીની આંખે વિદાય આપવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ગૌરી ગણેશ વિસર્જનમાં મોટા ભાગના ગણેશ ભક્તોએ ઘરમાં જ મોટા ટબ કે અન્ય સાધનોમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવામાં આવ્યું હતું.