નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગરનાં મિશન ડાયરેક્ટર દ્વારા તાપી જીલ્લાની મુલાકાત
(માહિતી બ્યુરો વ્યારા) તા.૦૪-૦૯-૨૦૨૨
આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અન્વયે આયોજન અને સમીક્ષા હેતુસર તાપી જીલ્લા લાયઝન તરીકે માન.મિશન ડાયરેક્ટરશ્રી, નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર, રેમ્યા મોહન (IAS) ને જવાબદારી સોંપવામાં આવેલ છે જે અન્વયે તા.૦૩-૦૯-૨૦૨૨ના રોજ સભાખંડ, કલેક્ટર કચેરી, વ્યારા-તાપી ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી અને ચુંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
આરોગ્ય સેવાઓ પ્રત્યે સતત ચિંતિત માન. મિશન ડાયરેક્ટરશ્રી, એન.એચ.એમ. ગાંધીનગર દ્વારા આરોગ્ય વિભાગ, તાપીની કામગીરી અંગે સમીક્ષા હેતુસર તા.૦૪-૦૯-૨૦૨૨ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉકાઈ, તા.સોનગઢ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ભુરીવેલ તા.સોનગઢની મુલાકાત લીધી હતી. જે દરમ્યાન જીલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો.પાઉલ વસાવા, જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી, ડો.બિનેશ ગામીત, જીલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડો.કે.ટી. ચૌધરી, જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી, ડો. આશિષ ગામીત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.સંતોષ એમ.વાઘ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉકાઈના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમ્યાન તાપી જીલ્લાનું આરોગ્ય વિભાગનું માળખુ, મહેકમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કોવિડ વેક્સિનેશન, લેપ્ટોસ્પાયરોસીસ, મેલેરીયા, સિકલસેલ એનિમિયાં, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ટી.બી., પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, માતા અને બાળ મરણમાં થયેલ સુધારો, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, તથા જીલ્લાની જરૂરીયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી,
માન.મિશન ડાયરેક્ટરશ્રી રેમ્યા મોહન (IAS) દ્વારા આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા કરી ઉપસ્થિત સૌ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને અમુલ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.