મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ ૨૦૨૨ યોજાયો

0
IMG-20220904-WA0025
Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા )તા.૪: ૦૩/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ “મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ,જિલ્લો તાપી” ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ – ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ કંપનીઓ રૂબરૂ હાજર રહી હતી તથા એક કંપની ઓનલાઈન હાજર રહી હતી..આ કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા..તેમાંથી ૨૬ વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યુ આપ્યા હતા અને ૨૬ માંથી ૨૬ વિદ્યાર્થીઓ નોકરીઓ માટે પસંદ થતાં તેઓને કંપનીઓ દ્વારા જોબ ઓફર લેટર અપાનાર છે. આમ,”મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ,ઉચ્છલ,જિલ્લો તાપી”માં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનનું ૧૦૦% જોબ પ્લેસમેન્ટ થયેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *