તાપી જિલ્લા સેવાસેતુ : નિઝરના રાયગઢ ખાતે આયોજીત આઠમા તબક્કાના સેવાસેતુમાં તમામ 975 અરજીઓ હકારાત્મક નિકાલ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૦૩: સરકારશ્રીના ૧૩ વિભાગોની વિવિધ ૫૬ પ્રકારની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે તાપી જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલીકા ખાતે આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેને ભારે સફળતા મળતા કૂલ 975 અરજીઓમાંથી તમામ 975 અરજીઓનો હકારાત્મક નિવારણ લાવવામાં આવેલ છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાના અધ્યક્ષશસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સરકારશ્રીની કૂલ ૧૩ કેટલા વિભાગોની ૫૬ સેવા એક જ સ્થળે મળતી હોવાથી નાગરીકોની સમસ્યાનો અંત આવતા તેમણે નાગરિકોને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી યોજાયેલા કાર્યક્રમમાં અરજદારોની વ્યકિતગત અરજીઓનો સ્થળ પર જ વિવિધ કચેરીઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય, જન્મ- મરણના દાખલા, આધારકાર્ડ, નવા વીજજોડાણ, ગુમાસ્તાધારા, હેલ્થવેલનેશ કાર્ડ, આવકનો દાખલો, પ્ર કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, અટલ પેન્શન યોજના જેવી વિવિધ સેવાનો લાભ લાભાર્થીઓએ લીધો હતો.
આ પ્રસંગે નિઝર મામલતદારશ્રી ગુલાબસિંહ વસાવા, ટીડીઓશ્રી જૈમિની પટેલ સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other