પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ શ્રી વાય.એસ. શિરસાઠ , ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર , એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ તથા એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ બાતમી આધારે મૌજે- વ્યારા કણજા ફાટક થી કાકરાપાર તરફ જતા રોડ ઉપર દાદાજી સર્કલ પાસે બસ સ્ટેશન પાસેથી ડોલવણ પો.સ્ટે.માં નોંધાયેલ પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા ફરતો વોન્ટેડ આરોપી- અફઝલ ઐયુબ મુલતાની રહે.ઝંખવાવ મામા ફલીયુ તા.માંગરોલ જિ.સુરતનાને તા .૨૫ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ -૪૧ ( ૧ ) આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ : એ.એસ.આઇ. ચેતનભાઇ ગજાભાઇ, અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો.રોનકભાઇ સ્ટીવનસન એલ.સી.બી. તાપીનાઓએ કામગીરી કરેલ છે.