સોનગઢ તાલુકાના ભિમપુરા ખાતે પ્રોજેકટ સુપોષણ કાર્યક્રમ અંતર્ગત ધાત્રી અને સગર્ભા બહેનોને ફળાઉ રોપા તથા શાકભાજી બિયારણના કિટ વિતરણ કરાયા
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી): તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ભિમપુરા ખાતે જે.કે. પેપર મિલ અને સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા તેમજ આઇસીડીએસ વિભાગ તાપીના સહયોગથી પ્રોજેકટ સુપોષણ અંતર્ગત ધાત્રી, સગર્ભા બહેનો ,કિશોરીઓ તથા અતિકુપોષિત બાળકોને ફળાઉ રોપા તથા શાકભાજી બિયારણના કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સીપીએમ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ મુકુલ વર્મા એ પોષણયુક્ત આહારના મહત્વ અંગે સમજાવતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં પોષણયુક્ત આહારનુ વિશેષ મહત્વ છે. આપણા પરિવારની આવક માંથી અમુક ભાગ જો બાળકો કે સગર્ભા મહિલાઓના પોષણ માટે ઉપયોગ કરવામાં આવે તો પોતાનુ પરિવાર તદુંરસ્ત રહેશે. આમ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઇઓને સંપૂર્ણ પરિવાર માટે પોષણયુક્ત આહાર અપનાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જે રીતે ખેતી અને પશુપાલનમાં ખાસ ધ્યાન રાખી સારુ ઉત્પાદન મેળવીએ તેવી જ રીતે ધાત્રી અને સગર્ભાઓનું ધ્યાન રાખવું જોઇએ.
તેમણે આપણા દક્ષિણ ગુજરાતમાં કુદરતે તમામ પ્રકારની શાકભાજી, કઠોળ વગેરેનું ઉત્પાદન થાય તો તેનો યોગ્ય ઉપયોગ કરી કુપોષણને દુર કરી શકાય.
પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે કુપોષણના વિવિધ મુદ્દાઓ ઉપર ભાર મુકી કુપોષણ કેવી રીતે દુર કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી વાઇસ પ્રેસિડેન્ટ સીપીએમ યુનિટ હેડના મુકુલ વર્માના હસ્તે 755 જેટલા શાકભાજી બિયારણના કીટ અને RFO સોનગઢ તરફથી ત્રણ-ત્રણ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં RFO સોનગઢ કિરણ ચૌધરી, ભિમપુરાના સરપંચ રોહિતભાઇ, આંગણવાડીવર્કર બહેનો, ભિમપુરા સહિત પાચ ગામો માંથી સગર્ભા, ધાત્રી બહેનો, કિશોરીઓ, તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000000000000