આરોગ્ય કર્મચારીઓના આંદોલનના કારણે તાપીમા ફાયલેરીયાની સામુહિક ગોળી વિતરણ કાર્યક્રમ મોકુફ થતા અધિકારીઓ ભીંસમાં
જીલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા કામગીરી મામલે ખોટી માહિતી આપી આંદોલન તોડી પાડવાના પ્રયાસ સામે આક્રોશ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામા ૮મી ડીસે. થી ૧૦મી ડીસેમ્બરના રોજ હાથીપગા નાબુદી અભિયાન અંતર્ગત ગુજરાતના ફક્ત તાપીમાં ફાયલેરીયા રોગ નાબુદ થયો નથી.જેની ઝુંબેશના ભાગરૂપે જ દિવસનો એકશન પ્લાન બનાવી આયોજન હાથ ધરવામાં આવેલ છે પરંતુ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે તાપી જીલ્લામાં પણ આરોગ્ય કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારના ઓનલાઈન ઓફ લાઇન રિપોર્ટિંગ કેન્દ્ર તથા રાજ્ય સરકારમા ના કરાતાં અધિકારીઓ ભીંસમાં મુકાયા છે. અને સફાળી જાગેલી રાજ્ય સરકારે સામુહિક ગોળીઓ ગળાવવાનો કાર્યક્રમ અનિશ્ચિત કાળ માટે રદ કરી આંદોલન સામે ઘુંટણીયે પડયા છે. તાપી જીલ્લામા ૮૫૬૦૦૦ વસ્તીમા ૧૭૯૧૦૭ ઘરોમાં ૯૭૩ ટીમો દ્વારા ૨૨૦૬૬૨૫ ગોળીઓ ગળાવવાનુ આયોજન ખોરંભે પડી ગયુ છે.
આરોગ્ય કર્મચારીઓ કોઈ પણ રિપોર્ટિંગ થતું ન હોવાને કારણે આરોગ્ય વિષયક સેવાઓની કામગીરી સબ સેન્ટર અને પીએચસીના ઓનલાઈન ઓફ લાઈન આંકડા ન જતાં અધિકારીઓ કર્મચારીઓને માનસિક ત્રાસ આપી રહ્યા છે. અને કર્મચારીઓના કામગીરીના ખોટા આંકડા રજુ કરી સરકારને ગેરમાર્ગે દોરી રહયા છે. ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આરોગ્ય કમિશનરને લેખીત ફરિયાદ કરી સત્યતા તપાસવા મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી.જાડેજા, મુખ્ય કન્વીનર સુરેશ ગામીતે એક અખબારી યાદીમાં જણાવેલ છે.