હરિપુરા કોઝવે પર છેલ્લા 47 દિવસમાં 37 દિવસ વાહન વ્યવહાર બંધ, 13 ગામના લોકોને અવરજવર માટે 23 કિ.મી.નો ચકરાવો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ થતા રૂલ લેવલ જાળવવા માટે વધારાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. જે પાણી તાપી નદીમાં છોડવામાં આવતા બારડોલીના હરિપુરા ગામે લોલેવલ કોઝવે પાણીમાં ડૂબી જતાં માંડવી તાલુકાના 13થી વધુ ગામોને અસર થઈ છે. છેલ્લા 47 દિવસમાં 37 દિવસ કોઝવે પરથી પાણી રહેતા વાહન વ્યવહાર સદંતર બંધ હતો. નોકરીયાત અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 37 દિવસ ફેરાવા સાથે અવરજવર કરી છે.
હરીપુરા કોઝવે પાણીમાં ડુબવાથી માંડવી તાલુકાના કોસાડી, ઉન, પુના, ગોદાવાદી, કાછીયાબોરી, ગામતળાવ, ઉમરસાડી, કમલાપોર, પીપરિયા, ખરોલી, ગવાછી, નંદપોર, નરેણ સહિતના 13 ગામોનો સંપર્ક બારડોલી અને સુરત સાથે કપાઈ જાય છે. લોકોએ કડોદ, બારડોલી કે સુરત જવું હોય તો માંડવી થઈ જવું પડે છે, જેમાં 23 કિમીનો ચકરાવો કરવો પડે છે. જેના કારણે લોકોનો સમય, ઈંધણ અને આર્થિક રીતે નુકસાન સહન કરવું પડે છે. આ ગામોમાંથી નોકરી, ધંધા કે અભ્યાસ અર્થે કડોદ, બારડોલી કે સુરત જતા હોય જઈ શકતા નથી અને જવા માટે 23 કિમીનો ચકરાવો પડે છે.
23 જુલાઈ 2022 ફરીથી ડૂબી ગયો તે 29 જુલાઈ 2022 બપોરે ખુલ્લો થયો. 2ઓગસ્ટ 2022 સવારે ફરીથી ડૂબી ગયો અને 22 ઓગસ્ટ 2022 બપોરે 2:00 વાગ્યે ખુલ્યો હતો. વચ્ચે એક દિવસ બે ત્રણ કલાક માટે ખુલ્લો થયો હતો પણ જીઆરડી વાળા જવાનોએ કોઈને જવા ન દીધા હતા. પુલ ચાર વખત ખૂલ્યો જે બે ત્રણ કલાક અથવા તો એક કે બે દિવસ પૂરતો. પૂરો સમય બંધ જ રહ્યો છે.
I was very happy to uncover this great site. I need to to thank you for your time for this particularly wonderful read!! I definitely loved every little bit of it and I have you book marked to see new information on your web site.