સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણાનું સોશિયલ મીડિયા પર લાઈવ કરનાર એડ્વોકેટ પર હુમલો

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત)-સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે ટ્રાફિક પોલીસના જવાન અને તેમના મળતીયાઓ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે ઘટનાને લઈને સમગ્ર શહેરભરમાં ટ્રાફિક પોલીસ તેમજ તેમના મળતીયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણીનો મુદ્દો ખૂબ ચર્ચા રહ્યો છે. આજે સવારે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને મેહુલ બોઘરેએ ફરીથી સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કરતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ મોટા પાયે ઉઘરાણા કરતા હોવાની બૂમરાણ મચી હતી. બેફામ રીતે ટ્રાફિક જવાન તેમજ અન્ય સ્થાનિક લોકોની મદદથી ઉઘરાણા કરતાં હોવાની ફરિયાદો ચારે તરફ ઉઠી છે. સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ થોડા દિવસ અગાઉ પણ ટ્રાફિક જવાનો તેમના મળતીયાઓની મદદથી ઉઘરાણા કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો તેમાં ત્યાંથી તેમણે લાઈવ પણ કર્યું હતું જેને લઇને અદાવત રાખવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

ટ્રાફિક જવાનો લસકાણા નજીક મોટાપાયે ઉઘરાણા કરતા હોવાના સમાચાર મળતાની સાથે જ મેહુલ બોઘરાએ ત્યાં જઈને લાઈવ કરવાનું શરૂ કર્યું હતું. તેને જોતાની સાથે જ ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભેલા કેટલાક યુવકો દ્વારા તેના પર જીવલેણ હથિયારો વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક અસરથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other