આહવાની કોલેજ ખાતે કાવ્યપઠન સ્પર્ધા યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: 18: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તાજેતરમા “જ્ઞાનધારા” અંતર્ગત તિરંગાની થીમ પર કાવ્યપઠન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ સ્પર્ધામા કોલેજના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધામા પ્રથમ નંબર વાઘમારે બિન્દુબેન અનિલભાઈ (S.Y.B.A), દ્વિતીય નંબરે વળવી તુષારભાઈ રમેશભાઈ (S.Y.B.A), અને તૃતીય નંબર ગાવિત દીપ્તીબેન દિનેશભાઇ (S.Y.B.A)ને વિજેતા ઘોષિત કરવામા આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનુ આયોજન આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ કે. ગાગુંર્ડે ના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ. જેમા નિર્ણાયક તરીકે પ્રા.ડૉ. તેજસભાઈ વાઘેલા, અને પ્રા. આસુતોષભાઈ કરેવાર એ સેવા આપી હતી.
કાવ્યપઠન સ્પર્ધામા SRC સમિતિના અધ્યક્ષશ્રી પ્રા. અજીતભાઈ પટેલે ઉપસ્થિત રહી, યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાનુ સંચાલન જ્ઞાનધારાના સભ્યશ્રી પ્રા. ડૉ.ભગીનાબેન પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ. સમગ્ર વ્યવસ્થાપન પ્રા.ડૉ. મુકેશભાઈ ઠાકરડા, અને પ્રા. ઉમેશભાઈ હડસ દ્વારા કરવામા આવ્યુ હતુ.
–