તાપી જિલ્લા કલાકારો જોગ : કલા મહાકુંભ-૨૦૨૨ માટે અરજી કરવી
તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરશ્રીની નિમણૂક કરવામાં આવી
…………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. 17: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી રમત ગમત કચેરી તાપી દ્વારા કલા મહાકુંભ-2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાંસ્ક્રુતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધાઓ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા સ્પર્ધાના સ્તર રહેશે, તાલુકા કક્ષાએ શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટયમ, એકપાત્રિય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમસંગીત, લગ્નગીત, સમુહ ગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી ૯ સ્પર્ધા સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી ૭ સ્પર્ધાઓમાં ઓડીસી, મોહિનીઅટૃમ, કુચિપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી ૭ સ્પર્ધાઓમાં પખવાજ, મ્રુંદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણહથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકરો માટે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરશ્રીની નિમણૂક કરવામાં આવી છે.
તાલુકા કક્ષાએ ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૮/૦૮/૨૦૨૨ સુધીમાં તાલુકા કન્વીનરશ્રીને જમાં કરાવવાનું રહેશે. તાલુકા કન્વીનરશ્રીઓ (૧) વ્યારા તાલુકા (સ્પર્ધા તા. ૦૩/૦૯/૨૦૨૨) ના કલાકારોએ શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યારા ખાતે કન્વીનરશ્રી સંગીતાબેન ચૌધરી (૯૭૧૪૨૯૩૧૬૭, ૯૯૨૫૭૧૬૬૭૫) (૨) સોનગઢ તાલુકા (સ્પર્ધા તા. ૦૧/૦૯/૨૦૨૨) ના કલાકારોએ જાગૃતિ હાઈસ્કુલ માંડળ, સોનગઢ ખાતે કન્વીનરશ્રી ધીરુંભાઈ ગાવીત (૯૪૨૬૮૭૦૪૪૪) (૩) વાલોડ તાલુકા (સ્પર્ધા તા. ૩૦/૦૮/૨૦૨૨) ના કલાકારોએ બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી હાઈસ્કુલ, બુહારી ખાતે કન્વીનરશ્રી અશોકભાઈ પટેલ (૯૯૦૯૫૬૬૯૨૨, ૯૫૮૬૨૦૦૧૦૩) (૪) ડોલવણ તાલુકા (સ્પર્ધા તા. ૩૦/૦૮/૨૦૨૨) ના કલાકારોએ વિવિધલક્ષી હાઈસ્કૂલ, ડોલવણ ખાતે કન્વીનરશ્રી રાજેશભાઈ ચૌધરી (૯૮૦૫૯૯૦૦૧૧, ૮૭૫૮૨૫૭૦૭૧) (૫) ઉચ્છલ તાલુકા (સ્પર્ધા તા. ૦૨/૦૯/૨૦૨૨) ના કલાકારોએ સાર્વજનિક હાઈસ્કૂલ, ઉચ્છલ ખાતે કન્વીનરશ્રી દિપકભાઈ કેપ્ટન (૯૪૨૭૧૭૭૧૮૯, ૯૭૨૬૫૬૮૦૨૦) (૬) નિઝર તાલુકા (સ્પર્ધા તા. ૦૨/૦૯/૨૦૨૨) ના કલાકારોએ આર.જી. પટેલ વિધ્યાલય, નિઝર ખાતે કન્વીનરશ્રી રમેશભાઈ પટેલ (૮૭૫૮૭૨૫૬૫૫, ૯૫૧૨૪૮૭૦૨૫) (૭) કુકરમુંડા તાલુકા (સ્પર્ધા તા. ૦૨/૦૯/૨૦૨૨) ના કલાકારોએ શેઠ એસ.કે.કાપડીયા, કુકરમુંડા ખાતે કન્વીનરશ્રી સુનિલભાઈ પરમાર (૯૪૨૮૪૮૮૬૮૮, ૮૦૦૦૮૮૮૨૫૫) ને જમા કરવાના રહેશે. તેમજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૦૭/૦૯/૨૦૨૨ અને ૦૮/૦૯/૨૦૨૨ ના રોજ શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યારા ખાતે યોજાનાર છે.
જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષાએ ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૮/૦૮/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત કચેરી C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬, પ્રથમ માળ તાપી ખાતે જમાં કરાવાના રહેશે અને વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી મીત ચૌહાણ (૯૪૦૮૫૫૩૬૫૧) નો સંપર્ક કરશો. તા.૧૮/૦૮/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦