તાપી જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશ, 75 અને તિરંગાના આકારની માનવ આકૃતિઓ રચી મનમોહક દ્રશ્યો બનાવ્યા
નવીન કલાકૃતિઓ નિહાળી સ્થાનિકોએ બાળકો સહિત શિક્ષકોની ખુબ સરાહના કરી
………………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લામાં અવનવી પ્રવૃતિઓ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન માણી રહ્યા છે. ત્યારે શાળા, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી ઉત્સાહ વ્યક્ત થઇ રહ્યો છે. તાજેતરમાં સોનગઢ તાલુકા સ્થિત ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો સહિત વિવિધ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો દ્વારા ભારત દેશ, 75, તિરંગા સહિત અનેકવિધ માનવ આકૃતિઓ શાળાના પટાંગણમાં રચવામાં આવી હતી. મનમોહક દ્રશ્યો દ્વારા સ્થાનિકોએ બાળકો સહિત શિક્ષકોને ખુબ સરાહના કરી આવા નવીન કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. શાળાઓમાં યોજાતી પ્રવૃતિઓમાં બાળકો યથાયોગ્ય ભાગીદાર બને ત્યારે જ જે-તે પ્રવતિઓ કરાવવાનો ઉદ્દેશ્ય સાર્થક થતો હોય છે. તાપી જિલ્લામાં યોજાઇ રહેલા અઢળક અવનવી પ્રવૃતિઓ અને તેમા સક્રિય ભાગીદાર બનતા બાળકો જ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
00000000000