સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારામાં 76 મો સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર , વ્યારા , કાલિદાસ હોસ્પિટલ વ્યારા , ટ્રસ્ટી સભ્યો , ટીચિંગ સ્ટાફ સાથે નોન ટીચિંગ સ્ટાફ , હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી . ઝુંબેશના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને 13 થી 15 ઓગસ્ટ , 2022 દરમિયાન તેમના ઘરે ત્રિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . સંસ્થા દ્વારા સંસ્થા સાથે સંકળાયેલા તમામ વિભાગો એટલે કે હોસ્પિટલ , નેચરોપેથી , ફિઝિયોથેરાપી , ગર્લ્સ હોસ્ટેલ , મેસ અને હોસ્પિટલની એમ્બ્યુલન્સ માં ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું . આઝાદીના દિવસે એસોસિયેટ પ્રોફેસર અને HOD . ફોરેન્સિક દવા વિભાગ ડો.લલિત પી.માવાણીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો . તે પછી આ પ્રસંગે મુખ્ય મહેમાન ડૉ . લલિત પી . માવાણી , આચાર્ય ડૉ . જ્યોતિ રાવ અને સેક્રેટરી શ્રી નિખિલભાઈ શાહ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું . કૉલેજના ચોથા વર્ષની વિદ્યાર્થિની નિધિ પ્રજાપતિએ આ કાર્યક્રમને એન્કર કર્યો હતો . ચોથા વર્ષની વિદ્યાર્થિની બંસરી સંઘાણીએ મુખ્ય મહેમાન ને ધ્વજવંદન માટે દોર્યા હતાં . આચાર્ય ડૉ . જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.ધુની ગવળી અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો .