મોરી ગામે દારૂ બનાવવાનો ગોળ આપવા આવનારને ઝડપી પડાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બુટલેગરો અને દેશી દારૂમાં ઉપયોગ થાય એવા અખાદ્ય ગોળ વેચનારો બેખોફ ધોળે દિવસે અડ્ડે અડ્ડે જઈને દારૂના ગોળની ડિલીવરી આપી રહ્યા છે. મોરી ગામમાં ગોળ અને ઈસ્ટ આપવા આવેલ એક પરપ્રાંતીય યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
બારડોલી તાલુકાના ઉછરેલ મોરી ગામે એક શંકાસ્પદ ટેમ્પો નજરે પડતાં ગામના ડે. સરપંચે તેને ઊભો રખાવી અંદર શુ છે તે અંગે પૂછપરછ કરતાં યુવકે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી બેખોફ ગોળ છે અને ઈસ્ટ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ડે.સરપંચે જણાવ્યું હતું કે શા માટે તું અહીં આપવા આવે છે.
ત્યારે યુવકે જણાવ્યું કે તમારા ગામમાં દારૂ બંધ કરાવી દો હું નહીં આપવા આઉ કહી ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી હતી. ત્યારબાદ ડે. સરપંચે કડોદ ઓપીમાં જાણ કરતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગોળના 11 બોક્સ અને ઈસ્ટનું એક બોક્સ મુદ્દામાલ કબજે લીધો હતો અને ગોળને ચેક કરવા એફએસએલમાં મોકલ્યો છે.