તાપી જિલ્લાના 20 અમૃત સરોવરો ખાતે ધ્વજ વંદન કરાશે

Contact News Publisher

અમૃત તળાવો થકી જળસ્તરમાં વધારો થાય અને પાણીના ઉપયોગથી ગામેગામ સમૃધ્ધિ આણવી રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય
………………………..
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.14: અમદાવાદ ખાતે યોજાયેલ પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક જિલ્લામાંથી 75 જેટલા અમૃત સરોવરનું નિર્માણ કરવા આહવાન કરેલ હતું. જેને પરિણામે તમામ જિલ્લાઓમાં પ્રથમ તબક્કામાં 20 અમૃત સરોવરોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં આ તમામ કામગીરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા આ ઉજવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જેમાં તળાવો ખાતે બ્લોક બેસાડવા, તળાવના કિનારે વૃક્ષારોપણ કરવું, સાથે સાથે આ અમૃત સરોવર પર ધ્વજઆરોહણ માટે ધ્વજસ્થંભ તૈયાર કરવા જેવા વિવિધ કામો ચિવટ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
જિલ્લાના અમૃત સરોવરો ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવા માટે સરકારશ્રી દ્વારા જણાવવામાં આવેલ હતું. આ અન્વયે તાપી જિલ્લામાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આન-બાન-શાન સાથે ધ્વજ વંદન કરવામાં આવશે.
તાપી જિલ્લામાં તમામ 75 અમૃત સરોવરની કામગીરીમાં કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી.ડી.ડી.કાપડીયા, નિયામકશ્રી.અશોક ચૌધરી તથા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ડી.આર.પટેલ દ્વારા અંગત રસ લઈ કામગીરીને વેગ અપાવી નિયત સમય મર્યાદામાં પુર્ણ થઈ શકે તેવા સઘન પ્રયત્નો કરાવવામાં આવી રહ્યા છે. આ તળાવો થકી જળસ્તરમાં વધારો થાય અને પાણીના ઉપયોગથી ગામેગામ સમૃધ્ધિ આવે તેવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
*બોક્સ-૧*
*તાપી જિલ્લામાં સિંચાઈ વિભાગ અને મનરેગા યોજનાના સહયોગથી 75 અમૃત તળાવોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી 20 તળાવોમાં વ્યારા તાલુકા ખાતે રામપુરા નજીક, ઇન્દુ, આંબીયા એક, આંબિયા બે, કાટીસકુવા નજીક, ચાંપાવાળી, કાટકુઈ, કસવાવ, જેસીંગપુરા બે, ખુર્દી, ડોલવણ તાલુકાના બેડચિત, આમોનિયા, પીઠાદરા, ઉમરવાવ નજીક એક, ઉમરવાવ નજીક બે, પલાસિયા, સોનગઢ તાલુકાના ગાળકુવા, ગુનખડી, પહાડતા, તોરંદાનો સમાવેશ થાય છે. તાપી જિલ્લાના આ 20 અમૃત સરોવરો ખાતે વિવિધ મહાનુભાવોના હસ્તે સવારે 9:00 કલાકે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદાર બનવા તમામ ગ્રામજનોને જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.*
00000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other