ગૌણ સેવાની પરીક્ષા સંદર્ભે તાપીનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.૦૮-૧૨-૧૯ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા નાયબ મામલતદાર/ના.સેક્શન અધિકારી વર્ગ-૩ સંવર્ગની ભરતી કરવા માટેની લેખિત ૫રીક્ષા તાપી જિલ્લામાં ૨૨ કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા તાપી જિલ્લામાં તા.૦૮-૧૨-૧૯ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક દરમ્યાન આ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઈ પણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર અનઘિકૃત વ્યકિતના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.