ઓલપાડનાં ભાંડુત ગામની સ્નેહા પટેલે જવાનો માટે હાથે ગુંથેલ રાખડી સરહદ પર મોકલાવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની વતની સ્નેહા પટેલે પ્રતિ વર્ષ રક્ષાબંધન પર્વ નિમિત્તે પોતાનાં હાથે બનાવેલ રાખડી તૈયાર કરે છે. તેણીએ ધોરણ પ થી ૧૨ સુધીનાં અભ્યાસ દરમિયાન એકપણ રક્ષાબંધનનાં તહેવારમાં તૈયાર રાખડી લીધી નથી જે નોંધનીય બાબત છે.
તેણી હાલ ગાંધીનગર ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. રજા મળતાં જ સરહદ પરનાં જવાનો માટે રાખડી તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. તેણી દ્વારા આવતીકાલે મહારાષ્ટ્ર ખાતે બોર્ડર પરનાં જવાનોને આ રાખડી કુરિયર કરવામાં આવશે જે તાલુકા માટે ગૌરવની વાત છે.