સુરતમાં મોબાઇલની ચીલઝડપ કરીને ભાગતા શખ્સને સ્થાનિકોએ પકડીને ફટકાર્યો

Contact News Publisher

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના પુણા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો અને ટપોરીઓ દ્વારા બાઈક ઉપર આવીને છેડતી કરવી તેમજ મોબાઈલની ચીલ ઝડપ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હોય છે. એવા જ એક યુવકને લોકોને આજે મોબાઇલની ચીલઝલપ કરતા રંગે હાથે પકડીને બરાબરનો મેથીપાક આપ્યો હતો.

પુણા વિસ્તારમાં આવેલા IFM શોપિંગ મોલ પાસે છેલ્લા ઘણા દિવસોથી રાહદારીઓના હાથમાંથી કે બાઇક સવાર પાસેથી મોબાઇલ ઝૂંટવીને ચીલઝડપ થતી હોવાની ઘટના સામે આવી રહી હતી. કેટલાક આ સામાજિક તત્વો આ વિસ્તારમાં સતત મોબાઈલ કે ચેઇન તફડાવવા માટે રખડતા હોય છે. લોકોએ આજે વોચ રાખીને શંકાસ્પદ યુવક વિસ્તારમાં દેખાતા જ તેને ઝડપી પાડ્યો હતો. યુવક દ્વારા બાઈક ઉપર આવીને આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી જતો હોવાનું જણાય આવ્યું હતું. સ્થાનિક લોકોએ આજે તેને ઝડપી પાડીને લાકડાના ફટકા વડે માર માર્યો હતો.

સ્થાનિક ભૌતિક પટેલે જણાવ્યું હતું કે, હું વરાછા વિસ્તારમાં રહું છું અમે જ્યારે પણ કતારગામ પુણાગામ વિસ્તારમાં કામ અર્થે જઈએ, ત્યારે આ પ્રકારના તત્વો ગાડી લઈને ફરતા જ હોય છે. ઘણી વખત તો તેઓ એટલી સ્પીડમાં ગાડી નજીકથી પસાર કરતા હોય છે કે, અકસ્માત થવાનો પણ ડર લાગતો હોય છે, પરંતુ, મોટાભાગના કિસ્સાઓમાં તેઓ કોઈક યુવકોના હાથમાંથી મોબાઇલ છૂટવીને ફરાર થતા હોય છે અથવા તો મહિલાઓના ગળામાંથી ચેંઇન સ્નેચિંગ કરીને પણ ભાગતા હોય છે. આ એક પ્રકારનું ન્યુસન્સ અમારા વિસ્તારમાં ખૂબ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે.

//

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other