તાપી જિલ્લા-“હર ઘર તિરંગા’’ કાર્યક્રમ
તાપી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં નોખી અને અનોખી ઉજવણી
——————–
શાળા કક્ષાએ પ્રભાતફેરી સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન
——————–
ધોરણ-5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ”નું આયોજન
——————–
(માહિતી બ્યુરો, વ્યારા – તાપી) તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ બાબતે નોખી અને અનોખી ઉજવણી જિલ્લા પંચાયત અંતર્ગતની તમામ શાળાઓમાં થઈ રહી છે. તારીખ 6 ઓગસ્ટ થી લઈને 15 ઓગસ્ટ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યો છે. આ સંદર્ભે શાળાઓમાં આનંદ ઉલ્લાસ ભર્યું વાતાવરણનું નિર્માણ થયું છે. રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે ‘કેડીઓનું શિક્ષણ પેઢીઓનું શિક્ષણ’ બાળકોને મળે તે માટે અલગ રીતે કામગીરી તાપી જિલ્લામાં થઈ રહી છે. શાળા કક્ષાએ પ્રભાતફેરીથી ગામજનોને અવેરનેશ લાવવામાં સફળ રહ્યા છે. સાથે “હર ઘર તિરંગા”ની થીમ સોંગ થી તાપીની ઓળખ આખા રાજ્યમાં અલગતા દર્શાવી રહી છે.
તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન શિક્ષણ સમિતી અધ્યક્ષ શ્રીમતી સરિતા વસાવાની નિગરાની હેઠળ શાળા કક્ષાએ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા, પ્રદર્શન આમ વિવિધ સ્પર્ધાઓની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા ઓનલાઇન “હર ઘર તિરંગા-જ્ઞાન ક્વિઝ” લોંચ કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે https://har-ghar-tiranga-quiz.thehometown.in/ લીંક વડે ભાગ લઇ શકાય છે. જેમાં 20 જેટલા સવાલો આઝાદીને અનુલક્ષીને આપેલ હશે.
ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માટે શાળા ક્લસ્ટર બીઆરસી કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ આયોજન કરવામાં આવેલ છે તમામ ક્ષેત્રે અલગ અલગ નામકિત થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત તાપીના સ્વભંડોળમાંથી પુરસ્કૃત કરવામાં આવશે. આમ જે તે તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટરને વિશેષ જવાબદારીઓ સુપ્રત કરવામાં આવેલ છે. જેમાં પ્રભાતફેરીના રિપોર્ટિંગ માટે બીઆરસી કોઓર્ડીનેટર શ્રી પ્રફુલભાઈ એફ ચૌધરી, ક્વિઝ માટે બીઆરસી કોઓર્ડીનેટર સોનગઢ મુકેશભાઈ ગામીત, એસએમસી વાલી મીટીંગ માટે બીઆરસી કોઓર્ડીનેટર ડોલવણ શ્રી હિરેનભાઈ પરમાર, ચિત્ર સ્પર્ધા માટે બીઆરસી કોડિટર વ્યારા શ્રી અવિનાશભાઈ ગામીત, રાષ્ટ્ર ધ્વજની વિકાસ યાત્રા પ્રદર્શન માટે બીઆરસી કોઓર્ડીનેટર વાલોડ, નિબંધ સ્પર્ધા માટે બીઆરસી કોઓર્ડીનેટર કુકરમુંડા શ્રી રવિન્દ્રભાઈ ભોઈ, વક્તૃત્વ સ્પર્ધા માટે શ્રી ભરતભાઈ લાડગે બી.આર.સીની સંયુક્ત રીતે વિશેષ કામગીરી સંભાળી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશકુમાર ચૌધરીના સતત મોનિટરિંગ અને સુચારૂ માર્ગદર્શન દ્વારા તાપી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રભાવનાથી સભર વાતાવરણ નિર્માણ થઈ ચૂક્યું છે.
00000000000000