સુરતમાં પોન્ઝી સ્કીમમાં 16.50 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બે વર્ષે પકડાયો
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-સુરતમાં ક્રિકેટ ફેન્ટસીના ઓથા હેઠળ પોન્ઝી સ્કીમ ચલાવનારા આરોપીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી હતી. હજારો લોકોના 16.50 કરોડથી વધુની ઠગાઈ કરનાર આરોપી સામે ગુનો દાખલ થયો હતો.જો કે આરોપી નાસતો ફરતો હોવાથી સીઆઈડી ક્રાઈમે ગુનો નોધ્યાના બે વર્ષ બાદ ભેજાંબાજને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિજય લલ્લુ તેજાણી મુખ્ય આરોપી હતો. તેણે પોતાની સાથેના આરોપીઓ પ્રદિપ તેજાણી, વિજય તેજાણી સહિતનાએ ભેગા મળીને કંપની શરૂ કરી હતી. જેમાં પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી. લોકોને લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી. કોઈ જ મંજૂરી વગર રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ આપવાની લાલચો આપવામાં આવતીહતી. લગભગ 6 હજાર લોકો પાસેથી રોકાણ કરાવી 16.50 કરોડ ઉસેટી લેવાયા હતાં. તથા તેનું 1 ટકો વ્યાજ પણ અપાતું નહોતું કે કોઈ રિટર્ન અપાતું નહોતું.
મુખ્ય આરોપી વિજય લલ્લુ તેજાણી બે વર્ષથી ફરાર હતો.જેથી પોલીસે અલગ અલગ ટીમો તેની પાછળ લગાવી હતી. જો કે સીઆઈડીને મળેલી બાતમીના આધઆરે વરાછઆ શઇવશંકર પાર્વતી સોસાયટીના નાકેથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે બે વર્ષ દરમિયાન દિલ્હી, બનારસ, હૈદરાબાદ, કોલકાત્તા, પુણે અને મુંબઈ સહિતની જગ્યાએ નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.