શહેરમાં નોન BIS વિના ધમધમતા 16 મિનરલ વોટર પ્લાન્ટ સીલ કર્યા
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ ઝોનમાં કાર્યવાહી શરૂ કરી છે. મિનરલ વોટર પ્લાન્ટ જે BISની મંજૂરી વગર ચાલી રહ્યા છે તેમના ઉપર તવાઈ બોલાવી છે. શહેરમાં નોન BIS વિના ધમધમતા 16 મિનરલ વોટર પ્લાન્ટ સીલ કર્યા છે.
મનપાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા મિનરલ વોટરને લઈને આવતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ કરી છે. મિનરલ વોટર પ્લાન્ટ ચલાવવા માટે જે લાયસન્સની જરૂરિયાત હોય છે તે લાયસન્સ કેટલા રિન્યૂ કરવામાં આવ્યા નથી તો ઘણા બધાએ લાયસન્સ લીધા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમની પાસે નોન BIS લાયસન્સ નહોતું તેમના મિનરલ વોટર પ્લાન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં મિનરલ વોટર પ્લાન્ટ સામે લાલ આંખ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, બે દિવસ મળીને કુલ 97 સંસ્થાઓનું ચેકિંગ કરતાં કુલ 18 સંસ્થાઓએ લાયસન્સ મેળવેલ હોવાનું જણાય આવ્યું હતું. તેમજ સ્થળ તપાસ કરતા કુલ 20 સંસ્થાઓ બંધ હોવાનું માલુમ પડ્યું હતું. અત્યારસુધીમાં કુલ 59 સંસ્થાઓને સીલ કરવામાં આવ્યા છે. વધુમાં આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.