ટેક્સટાઈલ માર્કેટમાં 10મીએ તિરંગા યાત્રા, 50 હજારથી વધુ વેપારી જોડાશે
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-દેશભક્તિનો મેસેજ આપવા ટેક્સટાઈલ વેપારીઓ તિરંગા યાત્રા યોજશે. રાજસ્થાનના કલાકાર છોટુસિંહ રાવણા દેશભક્તિના ગીતો રજૂ કરશે
આઝાદીના અમૃત મહોત્સ અંતર્ગત સાકેત ગ્રુપ અને ભગવા યાત્રા સમિતિ દ્વારા કાપડ માર્કેટમાં 10મી ઓગસ્ટને સાંજે મહા તિરંગા યાત્રાનું આયોજન કરાશે. સંવાર બુધિયાએ કહ્યું હતું કે, ‘આ તિરંગા યાત્રામાં કાપડ માર્કેટના વેપારીઓ જોડાશે. આ તિરંગા યાત્રા 4 કિલોમીટર લાંબી હશે. જેમાં રાષ્ટ્રભક્તિ, એકતા અને ભાઈચારાનો મેસેજ અપાશે. આ પ્રકારના સંદેશ આપવા માટે વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવશે. દેશ ભક્તિની થીમ પર રંગબેરંગી કપડા પહેરીને વેપારીઓ આ તિરંગા યાત્રામાં ભાગ લેશે.
રેલવે સાથે જોડાયેલા ટેક્સટાઈલ માર્કેટના વિવિધ સંગઠનો અને કુલીઓ તેમના ગણવેશમાં યાત્રામાં ભાગ લેશે.’ આ યાત્રામાં રાજસ્થાનના જાણિતા કલાકાર છોટૂસિંહ રાવણા લાઈવ રથમાં દેશભક્તિના ગીતો રજૂ કરશે.’ બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સાકેત ગૃપ સાથે સંકળાયેલા કૈલાશ હાકિમ, દિનેશ રાજપુરોહિત, દિનેશ કટારિયા, વિક્રમસિંગ ભાટી, વિક્રમસિંગ શેખાવત, વિજય ચૌમાલ, ડુંગરસિંગ સોઢા, કૃષ્ણામુરારી શર્મા, રામેશ્વર રાવલ, ખેમકરણ શર્મા, કોર્પોરેટર દિનેશ પુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.’