લાજપોર જેલમાંથી હત્યારાએ ફોન પર વેપારીને ધમકી આપી : 2 આરોપી સામે ગુનો : બન્ને જેલમાં બંધ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-લાજપોર જેલમાંથી હત્યારાએ પાણીના આરઓ પ્લાન્ટના વેપારી અને તેના ભાઈને ધમકી આપી કે મે જેલ સે સંદીપ બોલ રહા હું, મુજે કૈલાશભાઈને ફોન કરને કે લીયે બોલા હૈ, તુને ગુજ્સીટોક કે ગુને મે કૈલાશભાઈ કા નામ લીખાયા હૈ, વો નામ નિકાલ દો ચાહે તો ખર્ચા પાની લેલો, પોલીસ તુમ્હારે સાથ કબ તક રહેગી, ફીર તુમ્હે કોન બચાયેગા, કૈલાશ કે આદમી જેલ કે બહાર ધુમ રહે હૈ, તુમ દોનો ભાઈ કો જાન સે હાથ ઘોના પડેગા, વાંરવારની ધમકીથી કંટાળી વેપારી વિજય યાદવે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે.
પોલીસે હત્યારા સંદીપ યાદવ (રહે, લિંબાયત) અને માથાભારે કૈલાશ ઉર્ફે કેલીયો પાટીલ(રહે,ડિંડોલી) સામે ગુનો નોંધ્યો છે. બન્ને આરોપી હાલમાં લાજપોર જેલમાં બંધ છે. 7મી ડિસેમ્બર-21એ વેપારીએ રાજ,કોમલ,રાહુલ,મિથુન સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં કૈલાશ ઉર્ફે કેલીયો તથા અન્ય બે આરોપી લાજપોર જેલમાં છે.સચિન લાજપોર જેલમાં હાઇ સિક્યુરિટી વિભાગની ખોલીમાં હત્યાના આરોપી પાસેથી સીમ કાર્ડ વગરનો ફોન મળી આવ્યો છે. બનાવ અંગે લાજપોર જેલના જેલર રામજી પરમારે સચિન પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે આરોપી જોયેબ ઉર્ફે જુહેબ જીયાદ્દીન અંસારી સામે ગુનો નોંધ્યો છે. લાજપોર જેલનો સ્ટાફ 6 તારીખે સાંજે હાઇ સિક્યુરીટી-કોરેન્ટાઇન વિભાગમાં કેદીઓની ખોલીમાં ચેકિંગ કર્યું હતું. જેલના સ્ટાફે મેટલ ડિટેકટરથી ચેક કરતા હતા. હત્યારાના થેલીમાંથી ફોન મળ્યો હતો. થોડા દિવસો પહેલા જેલમાં હત્યાના આરોપી જોયેબ અંસારી અને અશરફ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને લઈ થોડા દિવસો પહેલા જોયેબ અંસારીને જેલમાં હાઇ સિક્યુરિટીમાં ખોલી નંબર-6969માં મુકી દીધો હતો.