બારડોલી રૂરલ તેમજ LCB પોલીસે 3.22 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો; 3ને ઝડપી પાડ્યા જ્યારે 6 વોન્ટેડ
(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-સુરત જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમે 3 સ્થળોએ રેડ કરી 3.22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા એલ.સી.બી.પોલીસે બારડોલીના મોતા ગામની સીમમાં, કામરેજ તાલુકાના જોખા ગામની સીમમાં તેમજ બારડોલી રૂરલ પોલીસે મોતા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી 6,11,700/- નો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્રણેય ગુનાઓમાં પોલીસે 3 આરોપીઓની અટક કરી છે. જ્યારે 6 ને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત જિલ્લા એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે બારડોલીના મોતા ગામે આવેલ રાધાક્રિષ્ણા સોસાયટીનાં વિભાગ -1માં મકાન નં.13માં બ્રાન્ડેડ વિદેશીદારૂનો જથ્થો છુપાવી રાખેલ છે.અને જે સગેવગે કરવામાં આવનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે રેડ કરી હતી. બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ નંગ 38 જેની કિંમત રૂપિયા 81,250/-, મોબાઇલ, રોકડા તેમજ મોટર સાયકલ મળી કુલ 1,30,400/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
કામરેજ તાલુકાના જોખા ગામની સીમમાં ઉત્સવ ફાર્મની પાછળ શેરડીનાં ખેતરમાં જોખના કુખ્યાત બુટલેગર મનોજ ઉર્ફે કાલુ શિવાભાઈ ગામીતે વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી સુરત જિલ્લા એલ.સી.બીને મળી હતી. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી સગેવગે થતી વિદેશી દારૂની બોટલો નંગ 657 જેની કિંમત રૂપિયા 98,000/-, 2 મોબાઇલ તેમજ મોટર સાયકલ મળી 1,38,500/-નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.