તાપી જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાશે
વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે, નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામે તથા વાલોડના બુહારી ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી થશે
…………..
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) : તા: 08 તાપી જિલ્લામાં આજે ૧૭૦ મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સવારે 10:00 કલાકે “વિશ્વ આદિવાસી દિવસની” ભવ્ય ઉજવણી થશે. આ સાથે ૧૭૧ વ્યારા સીટ ઉપર વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ૧૭૨ નિઝર સીટ ઉપર રૂમકીતલાવ ગામે સામાજીક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવશે.
સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આજે 9મી ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આદિજાતિ વિસ્તારો અન્ય શહેરોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે આગળ વધે તે માટે “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણીની સાથે સાથે આ કાર્યક્રમમાં આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરવામાં આવશે. તથા અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.
00000000